જળમાર્ગે આંતકીઓ ગુજરાતમાં ઘુસ્યા હોવાના ઇનપુટ, તમામ બંદરો પર High alert

By : kavan 01:39 PM, 12 September 2017 | Updated : 02:33 PM, 12 September 2017

ગુજરાતની કચ્છ બોર્ડર પાકિસ્તાનથી વધું નજીક હોવાને કારણે ત્યારે ચુસ્ત બન્દોબસ્ત ગોઠવવમાં આવેલ છે પરંતુ ક્યારેય થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો અઘટિત બનાવ બની શકે છે ત્યારે આજે ફરી એક વાર કચ્છ બોર્ડર પરથી આંતકી ગુજરાતમાં ઘુસ્યા હોવાની એક માહિતી ખાસ તંત્ર દવારા સ્થાનિક વ્યવસ્થા તંત્રને આપવામાં આવી હતી.

ગુજરાતના સમુદ્રમાં આતંકી હરકત સામે આવી છે. કચ્છ જળસીમા પર સુરક્ષા એજન્સીઓ નજર રાખી રહી છે. આતંકીઓ ઘુસ્યા હોવાના ઈનપુટ મળતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને તમામ બંદરો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતા પોલીસને જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
Recent Story

Popular Story