સુરત જીલ્લા ચિંતાજનક માર્ગ અકસ્માતમાં વધારો થઈ રહ્યો. વધુ એક ગમખ્વાર અકસ્માત સુરત ધૂળિયા જતા હાઇવે નંબર 53 પર એસ.ટી બસને બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કામ અર્થેથી બાઈક લઈને પરત ફરી રહેલા સુરત અને મહારાસ્તના યુવાન ઉકાંઈથી સુરત જતી એસ.ટી બસ અડફેટે ચઢ્યા હતા.
જે સમય દરમ્યાન અકસ્માત માં બાઈક સવાર બંને યુવાન ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોટ નિપજ્યા હતા. અકસ્માતને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પાણી હતી. જોકે અકસ્માત અંગે સ્થિતિ પારખી ગયેલ બસ ચાલક બસ ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો.
જોકે સમગ્ર અકસ્માત ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે અકસ્માત બાદ બસ ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે. જોકે બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.