ગુજરાતની આ જગ્યા હિંદુ-મુસ્લિમો માટે છે ખાસ,જાણો આ મંદિર સાથે જોડાયેલ રહસ્ય

By : kavan 12:20 PM, 05 January 2018 | Updated : 01:07 PM, 05 January 2018
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ પૌરાણિક મહાકાળી મંદિર ધાર્મિક રીતે અનેક રીતે ખાસ મહત્વ ધરાવે છે. અહીં માતાજી દક્ષિણ દિશામાં મુખ રાખીને બેઠેલા જોવા મળે છે. આ જગ્યા તાંત્રિક રીતે પણ ખાસ મહત્વ ધરાવે છે.ઉલ્લેખનીય છે કે આ જગ્યા સાથે હિંદુ અને મુસ્લિમ પરિવારો પણ આસ્થા ધરાવે છે. આવો કેટલીક વાતો જાણીએ.

પાવાગઢ નામ આ રીતે પડયું

- વર્ષો પહેલાં આ પર્વત પર ચઢાણ અશક્ય હતુ. આ વિસ્તારની ચારે બાજૂઓ ઊંડી ખીણથી ઘેરાયેલો હતો આ સ્થળ પર પવન ખુબ આવતો હતો જેને કારણે આ સ્થળનું નામ પાવાગઢ પડ્યું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. 

આ પર્વતની તળેટીમાં ચાંપાનેર નામે નગર આવેલ છે. જે વનરાજ ચાવડાએ વસાવ્યું હોવાનો ઇતિહાસ જોવા મળે છે. 

વિશ્વામિત્રએ મહાકાળીની પ્રતિમા સ્થાપિત કરી છે.

- એક લોક માન્યતા અનુસાર મહાકાળીની મૂર્તીની સ્થાપના વિશ્વામિત્ર ઋષિેએ કરી છે. આ વિસ્તારમાંથી પસાર થતી નદી પણ વિશ્વામિત્રી નામથી જ ઓળખ ધરાવે છે. 

હિંદૂઓ સાથે મુસ્લિમો પણ ધરાવે છે અપાર શ્રધ્ધા
- આ પહાડ પર મુસ્લિમોનું પવિત્ર સ્થળ આવેલ છે. આ જગ્યા સદનશાહ પીર તરીકેની ઓળખાણ ધરાવે છે. આ પીરના દર્શન કરવા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આવી પહોંચે છે. અને તેઓ મહાકાળીના દર્શન કરવા પણ અચુક જાય છે.Recent Story

Popular Story