શ્રાધ્ધપક્ષમાં આટલી વાતોનું નહિ રહે ધ્યાન તો પિતૃ થશે નારાજ

By : kavan 11:44 AM, 09 September 2017 | Updated : 11:44 AM, 09 September 2017

શ્રાધ્ધ પક્ષની શરૂઆત થઇ ચુકી છે ત્યારે દરેક લોકો પોતાના સ્વર્ગવાસી સ્વજનોને યાદ કરીને ધાર્મીક કાર્યો પણ કરતા રહે છે ત્યારે પિત્રુ નારાજ ના થાય અને તેમની કૃપા સતત તેમના પર બની રહે તે માંટે આટલી બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

શ્રાધ્ધપક્ષમાં આટલું ક્યારેય ન કરો

- દિવસ દરમિયાન  ક્યારેય ઊંઘ ન લેવી જોઈએ.

- શ્રાધ્ધ પક્ષમાં રોમાન્સથી દૂર રહેવુ વધુ ફાયદાકારક છે.

-પાનનું સેવન ટાળવુ જોઇએ.

- લસણ અને ડુંગળીથી તૈયાર કરાયેલ ખોરાક ન લેવો જોઇએ.

- કાચના વાસણોનો ઉપયોગ કરવો નહીં.

- માંસ અને દારૂનું સેવન કરવુ ન જોઇએ.

- લગ્ન અને અન્ય શુભકામો ન કરવા જોઇએ.

શ્રાધ્ધપક્ષમાં આટલું કરવાથી ખુબ ફાયદો થાય છે

- સૂર્યોદય પહેલાં જાગી જવું જોઇએ.

- જમીન પર ગાદલું મૂકીને ઉંઘ લેવી જોઇએ.

- નિયમિતપણે તુલસીના પાન ખાવા જોઇએ.

- શુદ્ધ ઘીથી બનેલી વાનગી પીત્રુને ધરાવવી જોઇએ.

- ઘરની દક્ષિણ દિશામાં નિયમિત તેલનો દિવો પ્રગટાવવો જોઇએ

 
Recent Story

Popular Story