10 રૂપિયાની સિક્કાને લઇને આવી જાણકારી, જાણી લો નહીંતર પસ્તાશો

By : juhiparikh 03:25 PM, 16 February 2018 | Updated : 03:25 PM, 16 February 2018
10 રૂપિયાના સિક્કાને  લઇને એક એવી જાણકારી સામે આવી છે જેના વિશે જાણવું જરૂરી છે. વાસ્તવમાં 10 રૂપિયાના નકલી સિક્કાઓ બજારમાં છે. આ કારણોથી લોકો ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેના કારણે ઝગડો સુધી થઇ જાય છે. એવામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નવી વ્યવસ્થા કરી છે.

જે હેઠળ લોકો હવે સિક્કાની ઓળખ કરવા માટે RBIના ટૉલ ફ્રી નંબર 14440 પર કૉલ કરી શકે છે. આ નંબર પર કૉલ કરતા જ ફોન કપાઇ જશે અને પછી એ જ નંબર પરથી ફરી કૉલ આવશે, જેમાં IVR  (ઇન્ટ્રેક્ટિવ વોઇસ રિસ્પોન્સ) દ્વારા 10ના સિક્કાની આખી જાણકારી આપવામાં આવશે.

રિઝર્વ બેંક અનુસાર, દેશમાં 10 રૂપિયાની કિંમતના 14 પ્રકારના સિક્કા ચલણમાં છે, જેનો સ્વીકાર કરવો તમામ લોકો માટે ફરજીયાત છે. કોઇપણ તેને લેવાથી ઇન્કાર કરી શકે નહીં. કોઇપણ પ્રકારની શંકા થવા પર ટોલ ફ્રી નંબર પર શંકાનું સમાધાન કરી શકો છો.

તમને જણાવી દઇએ કે, 10 રૂપિયાના તમામ સિક્કા પર ચિન્હ વાળા આને વિના ચિન્હ વાળા બન્ને પ્રકારના સિક્કા ચલણમાં છે. 17 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કેન્દ્રીય બેંકે કહ્યું કે સરકારી ટંકશાળમાં બનાવેલા સિક્કાનું તે સર્કુલેશન કરે છે. આ તમામ સિક્કાઓ માન્ય છે. અને તેને ચલણમાં ઉપયોગ કરી શકાય છે.Recent Story

Popular Story