ગણપત વસાવાએ કરી મોટી જાહેરાત, બજેટસત્રમાં રાજ્ય સરકાર રજૂ કરાશે આ નવો કાયદો

By : HirenJoshi 01:18 PM, 12 February 2018 | Updated : 01:18 PM, 12 February 2018
સુરતઃ તાજેતરમાં ખોટા જાતિ પ્રમાણપત્ર ઈશ્યુ કરવા બાબતે તેમજ જાતિ પ્રમાણપત્રોના આધારે અનામતના લાભો મેળવાતા હોવાની અનેક વિવિધ રજુઆત રાજ્ય સરકારને મળી હતી. જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ બજટ સત્રમાં રાજ્ય સરકાર નવો કાયદો પસાર કરવા જઈ રહી છે. જેની જાણકારી સુરત ખાતે વન પર્યાવરણ અને આદિવાસી મંત્રી ગણપત વસાવાએ આપી હતી.

તેઓએ જણાવ્યું હતું કે, બોગસ જાતિ પ્રમાણપત્રો બાબતે સરકારને કેટલીક રજૂઆતો મળી છે. આ અનામત મેળવનાર લોકો માટે મહત્વનો દસ્તાવેજ છે. કાયમી ઉકેલ માટે આદિવાસી સમાજ દલિત સમાજ લાભ લે તે માટે સરકાર કટિબદ્ધ છે. જે માટે વિજય રૂપાણી સરકાર નવો કાયદો લાવી રહી છે. આવનારી વિધાનસભાના બજેટ સત્રમાં આદિવાસી દલિત બક્ષીપંચ સમાજના હિતોનું રક્ષણ કરતો કાયદો લવાશે.

વસાવાએ જણાવ્યું કે જાતિના ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી લીધી હશે તો નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. 3 વર્ષની સજા થશે. જો નાણાંકીય લાભ લીધો હશે તો તે વસૂલ કરવામાં આવશે. સાથે જ ખોટા પ્રમાણપત્ર દ્વારા ચૂંટણી લડીને જીત્યા હશે તો તેને પણ રદ્દ કરવામાં આવશે.

જાતિના ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને લાભ લેનારને થશે સજા અને નોકરી પણ છિનવાશે
આદિવાસી, દલિત અને બક્ષીપંચ સમાજના બંધારણીય અધિકારો માટે ગુજરાત સરકાર ઐતિહાસિક કાયદો બનવવા જઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી બોગસ જાતિ પ્રમાણપત્ર મેળવી સરકારી લાભ લેવા અંગે વિરોધે જોર પકડયો હતો.

જેની ગંભીરતાને ધ્યાનમાં રાખી આવનાર બજટ સત્રમાં સરકાર નવો કાયદો લાવશે જેના થકી બોગસ જાતિ પ્રમાણપત્ર બનાવનાર અને સરકારી લાભ મેળવનાર સામે ત્રણ વર્ષની કેદ અને 50 હજારના દંડની જોગવાઈ કરવામાં આવશે.

તેવી જાહેરાત આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપત વસાવા અને સમાજ કલ્યાણ મંત્રી ઈશ્વર પરમારએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.

નવા કાયદામાં શુ હશે..

- જાતિ ખોટા પ્રમાણપત્ર ના આધારે સરકારી નોકરી લીધી હશે તો 3 વર્ષ સજા અને સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે સાથે નાણાકીય લાભ લીધા હશે તે પણ વસુલ કરવામાં આવશે.
- શિક્ષણ ક્ષેત્રમાં અનામત જગ્યાએ પ્રવેશ મેળવવો હોય કે ડિગ્રી મેળવી હોય તે સહિત અન્ય લાભો મેળવ્યા હોય તે રદ કરાશે અને શિષ્યવૃત્તિ તેમજ અનુદાન પરત લેવામાં આવશે.
- ખોટા પ્રમાણપત્રના આધારે ચૂંટણી લડી જીત્યા હશે તો તે રદ કરી જે લાભ મેળવ્યા હશે તે વસુલ કરશે.
- 50 હજારના દંડની પણ જોગવાઈ કરાઈ છે.
- જાતિ પ્રમાણપત્ર હવેથી ફરજીયાત ચકાસણી કરવામાં આવશે.
- જ્યાં પણ અનામત હશે તમામ સ્થળોએ જાતિના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.
- ખોટા જાતિ પ્રમાણપત્ર બનાવનારની સામે પણ કડક સજાની જોગવાઈ નવા કાયદામાં હશે.
- હાલમાં જે જોગવાઈઓ છે તેના કરતાં અલગ જોગવાઈઓ કરશે નવા કાયદામાં.Recent Story

Popular Story