રાજકોટઃ એક વાર ફરીથી લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરમાં એક ચાની કિટલી પર અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે. 5 જેટલા શખ્સોએ હથિયારો સાથે તોડફોડ કરી હતી અને આતંક મચાવ્યો હતો.
જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે અને તેનાં ફુટેજ પણ સામે આવ્યાં છે. આ ફુટેજમાં જોઈ શકાય છે કે તીક્ષ્ણ હથિયારો સાથે 5 શખ્સો તોડફોડ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. એટલે કે રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક વધારે જોવાં મળતો હોય છે.
રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક
અસામાજિક તત્વોએ ચાની કીટલી પર કરી તોડફોડ
5 શખ્સોએ ચાની કીટલી પર કરી તોડફોડ
અસામાજિક તત્વોની હરકત CCTV કેમેરામાં કેદ
તીક્ષ્ણ હથિયાર લઈને મચાવ્યો આતંક