આસિયાન સમિટમાં યોજાઇ ગાલા ડિનર પાર્ટી, મોદીને નજર અંદાજ કરી નીકળ્યા કેનેડિયન પીએમ

By : HirenJoshi 08:46 AM, 14 November 2017 | Updated : 08:46 AM, 14 November 2017
મનીલાઃ ફિલિપાઇન્સના મનીલામાં 31માં એશિયન સમિટનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ ઇસ્ટ એશિયા સમિટમાં સામેલ થવા અનેક દેશો રાષ્ટ્રાધ્યક્ષ ત્યાં પહોચ્યા હતા. વિશ્વના તમામ નેતાઓ વચ્ચે વાતચીત થઇ. ત્યારે સાંજના સમયે ગાલા ડિનરનો અવસર આવ્યો.

તો ત્યાં કઇક અલગ જ નજારો જોવા મળ્યો. ડિનરમાં અનેક દેશોના નેતાઓ એકબીજા સાથે મન મૂકીને મળ્યા હતા. અને મહત્વની ચર્ચા કરી હતી. આ ડિનર પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહી છે. જેમાં એક તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ડિનરમાં સામેલ થવા પ્રધાનમંત્રી મોદી સિવાય અન્ય રાષ્ટ્રાધ્યક્ષ પણ પહોચ્યા હતા. 

આ દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રૂડો પણ ડિનરની મજા માણી હતી. એક જગ્યા જ્યારે વડાપ્રધાન મોદી એક બીજા નેતાથી મુલાકાત કરી રહ્યા હતા. તે દરમિયાન પીએમ મોદીની પાછળથી આવ્યા, ત્યારે તેઓ ઘણાં ઉતાવળમાં નજરે આવી રહ્યા હતા.

એવું લાગી રહ્યું હતું કે ત્યાં હાજર લોકોની વચ્ચેથી નિકળવા માંગતા હતા. જો કે, આના પાછળનું કારણ શું હતું, તે કોઇ જાણતું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર જેને લઇ અલગ જ કારણ જણાવાય રહ્યા છે.Recent Story

Popular Story