સિંગર અંકિત તિવારી લગ્ન કરી રહ્યા છે, કૌણ છે છોકરી?

By : Janki 02:59 PM, 21 February 2018 | Updated : 02:59 PM, 21 February 2018
આજે ગાયક અંકિત તિવારીની ફીમેલ ફેન્ઝનું દિલ તૂટી ગયું હતું. 'આશીકી 2'ના ગીત 'સુન રહા હૈ ના' થી અંકિત તિવારી ફેમસ થયો હતો. મંગળવારે, તેઓ કાનપુરમાં મિકેનિકલ એન્જિનિયર પલ્લવી શુક્લા સાથે સગાઈ કરી હતી અને ટ્વિટર પર તેમનો ફોટો પણ શેર કર્યો હતો.

આ ફોટો સાથેના કૅપ્શનમાં લખેયું છે, 'હું તને આખી જિંદગી પ્રેમ કરીશ, હું તમારી સંભાળ રાખીશ અને તમારો આદર કરું છું.'સગાઈ પછી, મહેંદી, સંગીત અને હળદર વિધિઓ પૂર્ણ થશે અને લગ્ન 23 ફેબ્રુઆરીના રોજ કાનપુરમાં થશે. લગ્ન પછી અંકિત દિલ્હી, ચંદીગઢ અને કોલકાતામાં કોનસર્ટ કરશે. ત્યાર બાદ, તેઓ મુંબઈમાં મિત્રો માટે રિસેપ્શન રાખશે.મળતી માહિતી મુજબ, કન્યાને અંકિતની દાદીએ પસંદ કરી છે. અંકિતની દાદી ગત વર્ષે ઓક્ટોબરમાં દિલ્હીથી કાનપુર જઈ રહ્યા હતા અને ટ્રેનમાં તે પલ્લવીને મળ્યા હતા. પલ્લવીને અંકિતની દાદી પર ખુબ સારી છાપ છોડી હતી. અંકિતની દાદીએ અંકિત સાથે તેના લગ્નની દરખાસ્ત મૂકી હતી. 

પલ્લવી છેલ્લાં 10 વર્ષથી બેંગલુરુમાં રહે છે અને લગ્ન પછી મુંબઇ આવશે.Recent Story

Popular Story