અલ્હાબાદ હાઇકોર્ટે આપ્યો ચુકાદો, તલવાર દંપતીને નિર્દોષ જાહેર કરાયા

By : HirenJoshi 09:40 AM, 12 October 2017 | Updated : 03:23 PM, 12 October 2017
અલ્હાબાદઃ બહુચર્ચિત આરૂષી-હેમરાજ મર્ડર કેસમાં ઉંમરકેદની સજા કાપી રહેલા આરૂષીના માતા-પિતા રાજેશ તલવાર અને નૂપુર તલવારને અલ્હાબાદ હાઇકોર્ટે નિર્દોષ જાહેર કરી દીધા છે. જજ બીકે નારાયણ અને જજ અરવિંદ કુમાર મિશ્રની ખંડપીઠની પુરાવાના અભાવે બંનેને નિર્દોષ જાહેર કરી દીધા છે. 

હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે સીબીઆઇ બંને પર હત્યાના આરોપ સાબિત કરી શકી નથી. તલવાર દંપતિએ પોતાની પુત્રીને મારી નથી. અલ્હાબાદ હાઇકોર્ટે ચુકાદા બાદ ડાસના જેલમાં બંધ દંપતિને મુક્ત કરી દેવામાં આવશે. 

જણાવી દઇએ કે આ કેસમાં આરોપી દંપતી ડો. રાજેશ તલવાર અને નૂપુર તલવારએ સીબીઆઇ કોર્ટ ગાજિયા બાદ તરફથી આજીવન જેલની સડા વિરુદ્ધ અલ્હાબાદ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. બંને પક્ષોની લાંબી ચર્ચા બાદ કોર્ટના ચુકાદાને સુરક્ષિત કરી લેવામાં આવ્યો હતો. 

નોંધનીય છે કે ડો. તલવારની નાબાલિક આરૂષીની હત્યા 15-165 મે 2008ની રાતે નોએડાના સેક્ટર 25 સ્થિત ઘરમાં કરી દેવામાં આવી હતી. એ દરમિયાન ઘરની છત પર એમના ઘરનો નોકકર હેમરાજનું શબ પણ મળી આવ્યું હતું. સીબીઆઇને સીધા પુરાવા ન મળવાના કારણે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો અને કેસ ચલાવીને એમને હત્યાના દોષિત કરાર આપતાં આજીવન જેલની સજા સંભળાઇ હતી. Recent Story

Popular Story