સુરતના બંદુગરા નાકા પાસે એક બિલ્ડીંગ એક તરફ નમવાની ઘટના સામે આવી છે.ત્યાર બાદ તાત્કાલિક બિલ્ડીંગમાં રહેતા રહીશોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.આ ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનાની જાણ થતા મ્યુનિસિપલ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે આજ સવારેથી જ દેશ સહીત વિવિધ રાજ્યમાં કેટલાક અઘટિત બનાવો બનવાનો સીલસીલો શર્યું થયેલો છે જેમાં સવારે રાજસ્થાનમાં ગેસનો બાટલો ફાટવાની ઘટના બની તો ગુજરાતના પ્રાંસલા ખાતે યોજાયેલ શિબીરમાં આગ લાગવાની ઘટના બની હતી.ત્યારે સુરતમાં અચાનક એક ઇમારત એક બાજૂ નમવાની ઘટના સામે આવતા ઇમારતમાં રહેલા લોકોના જીવ પડીકે બંધાયા હતા.
આઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યું હતું અને બચાવકામગીરી હાથ ધરી હતી.જો કે આ ઘટનાને પગલે કોઇ જાનહાની થયાના અહેવાલ પ્રાપ્ત થયાં નથી.