બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad seats for mayors 'cursed' lose as much as fought, Bhavna Dave emerges 'miraculous'

ગુજરાત લોકસભા / અમદાવાદની બેઠકો મેયરો માટે 'શાપિત' જેટલા લડ્યાં તેટલા હાર્યાં, ભાવના દવે 'ચમત્કારી' નીકળ્યાં

Hiralal

Last Updated: 06:31 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં લોકસભાની બે બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ મેયરો માટે અશુભ મનાય છે કારણે કે અહીં એકને છોડતાં જેટલા પણ મેયરો લડ્યાં તે બધા હાર્યાં હતા.

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ ફેરમાં 7 મેના દિવસે વોટિંગ થવાનું છે. 26માંથી ખાલી અમદાવાદમાં જ લોકસભાની બે બેઠકો છે, બાકી બીજે એક એક છે. 2009ના સીમાંકન બાદ અમદાવાદ બેઠકના બે ભાગલાં પડ્યાં હતા અને અમદાવાદ વેસ્ટ તથા અમદાવાદ ઈસ્ટ નામની બે બેઠકો અસ્તિત્વમાં આવી હતી. અમદાવાદ વેસ્ટ અનુસૂચિત જાતિ માટે અનામત છે. બન્ને બેઠકો ભાજપનો ગઢ ગણાય છે. 

4 વાર મેયર હાર્યાં 
લોકસભાની ચૂંટણીના રાજકીય રણના મેદાનમાં અમદાવાદના પૂર્વ મેયરોએ ભારે પડકારોનો સામનો કરવો પડ્યો છે. લોકસભા ચૂંટણી લડનાર ત્રણ ભૂતપૂર્વ મેયરોને હારનો સામનો કરવો પડ્યો હતો. સૌથી પહેલી વાત કરીએ તો 1971ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દુલાલ યાજ્ઞિક અને કોંગ્રેસ (સંગઠન)ના ઉમેદવાર જયકૃષ્ણ હરિવલ્લભદાસ પટેલ વચ્ચે જ રસાકસીભર્યો જંગ ખેલાયો હતો જેમાં ઈન્દુલાલ યાજ્ઞિક 1.93 વોટોથી જીત્યાં હતા અને પટેલની 56,000 વોટોથી હાર થઈ હતી. હારેલા ઉમેદવાર જયકૃષ્ણ હરિવલ્લભદાસ પટેલ 1961 થી 1965 સુધી અમદાવાદના મેયર હતા. આ પછી 1980ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મગન બારોટે જનતા પાર્ટીના ઉમેદવાર કૃષ્ણવદન જોશી સામે વિજય મેળવ્યો હતો. જોશીના 1.40 લાખ વોટો સામે બારોટે 2.48 લાખ વોટ મેળવ્યાં હતા. જોશી 3 વાર અમદાવાદના મેયર રહી ચૂક્યાં છે. મેયર તરીકેનો તેમનો પ્રથમ કાર્યકાળ જાન્યુઆરી 1972થી ફેબ્રુઆરી 1974 સુધી ચાલ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી 1976 થી માર્ચ 1976 અને મે 1977થી જુલાઈ 1980 સુધી મેયર તરીકે સેવા આપી હતી. અનુભવી રાજકીય નેતા હોવા છતાં તેમને લોકસભામાં હાર વેઠવી પડી. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ આ ટ્રેન્ડ રિપિટ થયો હતો. તે વખતે પણ પૂર્વ મેયર અને કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ ભાજપના પરેશ રાવલ સામે મોટા અંતરથી હાર્યાં હતા. પરેશ રાવલની 6.33 લાખ વોટોથી જીત થઈ હતી. 

વધુ વાંચો : મેરઠમાં સતત ચોથીવાર પણ ભગવો લહેરાશે કે પછી? જાણો શું કહે છે જાતીય સમીકરણ

એકમાત્ર ભાવના દવે વિજયી નીવડ્યાં
જોકે સાવ એવું પણ નથી કોઈ મેયર જીત્યાં પણ ન હોય. એક મેયર લોકસભાની ચૂંટણી જીત્યાં હતા. 1995થી 1996 સુધી અમદાવાદના મેયર તરીકે સેવા આપનાર ભાવના દવેની 1998ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સનત મહેતા સામે પાતળી સરસાઈથી જીત થઈ હતી. ભાવના દવે અમદાવાદથી નહીં પરંતુ સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટાઈને સાંસદ બન્યાં હતા. 

 2009માં સીમાંકન બાદ બે બેઠકો બની 
ઉલ્લેખનીય છે કે 2009માં સીમાંકન બાદ અમદાવાદ બેઠકના બે ભાગલા પડી ગયા હતા અને આ પછી અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ એમ બે લોકસભા બેઠકો અસ્તિત્વમાં આવી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ