સિંહો પાછળ ટ્રક દોડાવી પરેશાન કરતો VIDEO થયો વાયરલ,તંત્ર જાગશે..?

By : kavan 11:15 AM, 21 February 2018 | Updated : 11:26 AM, 21 February 2018
અમરેલીમાં સિંહોની પાછળ ટ્રક દોડાવીને સિંહોને પરેશાન કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.રાજુલાના પીપાવા પોર્ટના સ્ટેટ હાઈવે પર સિંહો પાછળ ડ્રાઈવરે ટ્રક દોડાવી છે.પીપાવાવ પાસે રોડ પર ઘણી વખતે સિંહો જોવા મળે છે.

 આ દરમિયાન લોકો દ્વારા તેમને પરેશાન કરવામાં આવે છે.ત્યારે ફરી એક વખત એક વીડિયો વાયરલ થયો છે.આ વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગ પર પણ સવાલો ઉઠયા છે.વનવિભાગ સિંહોને સુરક્ષા આપવામાં નિષ્ફળ હોય તેવુ લાગી રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયગાળાથી સાવજોને હેરાન કરવાની ઘટનાઓ બની રહી છે,આ ઘટના પહેલા બાઇક ચાલકો જંગલના રાજાને પરેશાન કરતા જોવા મળ્યા હતા ત્યારે આવા તત્વો સામે વન વિભાગ કડક પગલા લે અને જંગલમાં વસતા પશુઓને રક્ષણ મળે તેવા પ્રયત્ન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી. 
 Recent Story

Popular Story