કાચબો લઇને આવે છે ઘરમાં ખૂબ જ સુખ અને સમૃદ્ધિ

By : krupamehta 06:40 PM, 06 December 2017 | Updated : 06:49 PM, 06 December 2017
ચાઇનીઝ માઇથાલોજી હોય અથવા ભારતીય વાસ્તુ શાસ્ત્ર, કાચબાને હંમેશા ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. એ જ કારણ છે કે વાસ્તુ અને ફેંગશુઇમાં કાચબાની ખાસ જગ્યા છે અને ફેંગશુઇમાં મોટાભાગે કાચબો મળે જ છે. માનવામાં આવે છે કે જો ઘરમાં સાચી દિશામાં અને સાચી જગ્યા પર રાખવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ જરૂર આવે છે. 

કાચબો નોર્થ સેન્ટરને રૂલ કરે છે, એટલા માટે હંમેશા ઉત્તર દિશામાં જ રાખવો જોઇએ. કારણ કે એમા તમને મેક્સિમમ બેનિફિટ્સ મળી શકે. ફેંગશુઇ આ વાત પર ભરોસો કરે છે કે એક સિંબલ તરીકે કાચબો ઘરમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ લાવે છે. 

જો તમે ઘરમાં એક હેલ્ધી, જીવતો કાચબો રાખો છો તો આ વધારે શુભ માનવામાં આવે છે. એને રાખવાથી ઘરના મુખિયાનું આયુષ્ય લાંબુ થાય છે. કહેવામાં આવે છે કે એના રહેવાથી પૂરું પરિવાર સુરક્ષિત રહે છે અને એ ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવે છે. 

અમુક કાચબામાં બોડી તો કાચબા જેવી જ હોય છે, પરંતુ એનું માથું ડ્રેગનનું હોય છે. ફેંગ શુઇમાં ડ્રેગન ટોરટોઇઝ જેનરેશન્સને એક સુરક્ષા કવચની જેમ ઉપયોગ કરવામાં આવે છે જે ઘરમાં ખૂબ જ ભાગ્ય પણ લાવે છે. જો તમે ઘર અથવા ઓફિસની એન્ટ્રી પર રાખે છે તો આ તમારા પરિવારમાં શાંતિ લાવશે. Recent Story

Popular Story