કચ્છઃ કંડલામાં કોર્ટ એસ્ટેટમાં છેલ્લાં 1 વર્ષથી 19 ક્રૂ મેમ્બરો ફસાયા હોવાની ચોંકાવાનારી વિગતો પ્રકાશમાં આવી છે. એટલું જ નહીં આ ક્રૂ મેમ્બરોને છેલ્લાં 8 મહિનાથી પગારથી પણ વંચિત રાખવામાં આવ્યા છે. જેના કારણે ક્રૂ મેમ્બરોના પરિવારોનો જીવનનિર્વાહ દુષ્કર બન્યો છે.
પગાર ન મળતાં ક્રૂ મેમ્બરોના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. વાત આટલે થી અટકતી નથી નિયત સમયે પગાર ન મળતાં ક્રૂ મેમ્બર લોનના EMI ના ભરી શકતાં બેંક દ્વારા ક્રૂ મેમ્બરોના ઘર પણ સિઝ કરી દેવામાં આવ્યા છે.
ઉપરાંત ક્રૂ મેમ્બરોએ વેસલ પર પૂરતો ભોજનનો પુરવઠો પણ ન હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જો પરિસ્થિતિ આમ જ રહી તો આવનારા દિવસોમાં ક્રૂ મેમ્બરોએ સાઈન ઓફ કરવાની અને આત્મહત્યા કરવાની પણ ચિમકી પણ ઉચ્ચારી હતી.