મુંબઇ: બોલીવુડ અભિનેતા સંજય દત્ત પોતાની ફિલ્મોને લઇને હાલમાં ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં સંજય દત્ત પોતની ફિલ્મ ભૂમિના પ્રમોશનમાં વ્યસ્ત છે. ભૂમિ આ શુક્રવારે રિલીઝ થવાની છે. ફિલ્મથી ઘણા લોકોને આશા છે. ભૂમિ ઉપરાંત સંજય દત્તની પાસે ઘણી ફિલ્મો પણ છે. પરંતુ આ બધામાંથી સૌથી વધારે ચર્ચા કોઇની થઇ રહી હોય તો એ સંજય દત્તની ઉપર બની રહેલી બાયોપિક ફિલ્મની. જેમાં સંજય દત્તનો રોલ પ્લે રણબીર કપૂર કરી રહ્યો છે.
રણબીરે સંજૂ બાબા જેવો બનાવવા જોરદાર મહેનત કરી છે. ફિલ્મમાં ગણા સ્ટાર્સ છે. ફિલ્મને લઇને રાજકુમાર હિરાની બનાવી રહ્યા છે. હવે એવી માહિતી મળી રહી છે કે ફિલ્મમાં સંજય દત્ત પણ જોવા મળશે.
જી હાં બિલકુલ સાચું સાંભળ્યું સંજય દત્ત પોતાની બાયોપિક ફિલ્મમાં એક કેમિયો અપીયરેન્સ આપતો જોવા મળશે. જો કે સંજૂ બાબા કયા રોલમાં હશે એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ એ વાત પાકી છે કે ફિલ્મમાં સંજય દત્ત જોવા મળશે.
જણાવી દઇએ કે ફિલ્મના સેટથી અત્યાર સુધી ઘણા ફોટો સામે આવી ગયા છે. હાલમાં જોવાનું એ છે કે રણબીર કપૂર સંજય દત્ત બનીને મોટા પડદા પર મેજિક દેખાડી શકે છે કે નહીં.