બંને વડાપ્રધાનને અપાયું ગાર્ડ ઓફ ઓનરનું સન્માન

By : kavan 02:37 PM, 13 September 2017 | Updated : 04:09 PM, 13 September 2017

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ આગમન બાદ જાપાનના વડાપ્રધાન પણ તેમના પત્ની સાથે જાપાનના ખાસ વિમાન દ્વારા અમદાવાદ આવી પહોંચ્યા હતા. જાપાનના વડાપ્રધાનના ખાસ વિમાન પર ભારત અને જાપાનનો રાષ્ટ્ર ધ્વજ ફરકતો જોવા મળ્યો હતો. 

ભારતનાં વડાપ્રધાન હાલમાં અમદાવાદનાં આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે સરદાર પટેલ એરપોર્ટ ખાતે ભારતીય હવાઇ દળનાં ખાસ વિમાન દ્વારા આવી પહોંચ્યા છે. 

ભારતના વડાપ્રધાનનું સ્વાગત કરવા ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી,મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ગુજરાતના મુખ્ય સચિવ જે.એન સિંહ સહિત
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ગીથા જોહરી અને ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલ,અમદાવાદના મેયર ગૌતમ શાહ સહિત ભાજપના વરીષ્ઠ નેતાઓ ખાસ હાજર રહી વડાપ્રધાનનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ. નરેન્દ્ર મોદીનું સ્વાગત ગોવાના લોકનૃત્ય દ્વારા કરવામાં આવ્યું હતું.


 
Recent Story

Popular Story