જખૌ દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપાતા અનેક તર્ક-વિતર્ક

By : kavan 08:12 PM, 13 February 2018 | Updated : 08:12 PM, 13 February 2018
કચ્છના જખૌ દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી છે. એક પાકિસ્તાની બોટ સાથે 7 પાકિસ્તાની માછીમારો ઝડપી પાડવામાં આવ્યા છે. ભારતીય જળસીમામાંથી પાકિસ્તાની માછીમારો ઝડપાયા છે. આ પાકિસ્તાની માછીમારોને કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા હતાં.  

ઉલ્લેખનીય છે આ પહેલા પણ કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી 3 પાકિસ્તાની બોટ ઝડપી લેવામાં આવી હતી. પાકિસ્તાની માછીમારોની ગેરકાયદેસર માછીમારી માટે કુખ્યાત હરામીનાળા વિસ્તારમાંથી BSF ના જવાનોએ વધુ 3 પાકિસ્તાની બોટ તેમજ 3 પાકિસ્તાનીઓને ઝડપી લીધા.

 છેલ્લા કેટલાક સમયગાળાથી પાકિસ્તાન દ્વારા ભારતની હદમાં ઘૂસણખોરીની હરકત કરી રહ્યું છે.અને થોડા સમય પહેલા જ કચ્છના અમુક વિસ્તારમાં કોઈ અજાણ્યો શખ્સ પણ ફરતો જોવા મળ્યો હતો તેને પગલે બીએસએફ અને ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ તાપસ હાથ  ધરવામાં આવી હતી. Recent Story

Popular Story