રિલાયન્સ Jio એ એમેઝોન ઇન્ડિયા વેબસાઇટ પર તેના સસ્તો ફીચર ફોન JioPhone ને વેચવાનો નિર્ણય લિધો છે. અગાઉ આ ફોન રિલાયન્સ Jio ની વેબસાઇટ રિલાયન્સ ડિજિટલ અને કંપનીના ભાગીદાર રિટેલ સ્ટોર્સ પર વેચશે. તેની કિંમત રૂ. 1 500 છે પરંતુ તેને મુક્તપણે માર્કેટિંગ ફ્રી કરવામાં આવી છે. એટલે તેની અસરકારક કિંમત રૂ. 0 થશે. કંપની આ રુપીયા સુરક્ષા ડિપોઝિટ તરીકે લિધા છે.
જો તમે એમેઝોન પર પ્રાઈમ યુઝર છો તો પછી આ ફોન તમને બીજા જ દિવસે પહોંચાડવામાં આવશે. આ ઓફર હેઠળ રૂ. 50 નો કેશબૅક મળશે. આ ફોન ખરીદવા માટે એમેઝોન બેલેન્સમાં જમા કરવાના રહેશે.
ફોન તો મળી જશે પરંતુ તેને એક્ટિવેટ કરવા માટે તમારે સ્ટોર પર જવું પડશે. રિલાયન્સ Jio ના પાર્ટનર સ્ટોર્સ અથવા રિલાયન્સ ડિજિટલના સ્ટોર પર જઈને તેને આધાર કાર્ડ દ્વારા એક્ટિવેટ કરાશે. એમેઝોન પે પર રિચાર્જ કરાવશો તો કેશબૅક મળશે.
JioPhone ના વોઈલ કમાન્ડ્ઝ દ્વારા કામ કરી શકે છે. તેની સ્ક્રીન 2.4 ઇંચ છે અને તેમાં FM રેડિયો અને ટોર્ચલાઇટ પણ છે. તેની ઇન્ટરનલ મેમરી 4 GB હશે જે માઇક્રો એસડી કાર્ડથી 32 GB સુધીની વધારી શકાય છે.
આ ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. ફ્રન્ટ પર VGA કૅમેરો છે. JioPhone મોટા સ્ક્રીન પર જીઓટીવી અને જિયો સિનેમાની સામગ્રી જોવા માટે કોઈ પણ ટીવી સાથે જોડાવા માટે સક્ષમ હશે.