ઓટો એક્સ્પો 2018માં આ વર્ષે ઘણી નવી મોટરસાઇકલ લોન્ચ થવા જઈ રહી છે. તેમાંની એક Yamaha R15 V3.0 બાઇક છે. આ નવી Yamaha બાઇકને સ્થાનિક ડીલરશીપ પર પણ બુક
કરાવી શકાય છે. મળેલી માહિતી મુજબ આ નવી બાઇક 5 000 રૂપિયાની ટોકન રકમ પર બુક કરી
શકાય છે. જોકે બુકિંગ વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
આ બાઇક ફેબ્રુઆરીમાં ઓટો એક્સ્પોમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. Yamaha R15 V3.0ની બુકિંગ બાદ ડિલિવરી પણ ટૂંક સમયમાં શરૂ થાય તેવી ધારણા છે. ભારતમાં આવતી આ Yamahaની બાઇકનું મોડેલમાં આંતરરાષ્ટ્રીય મોડેલની તુલનાએ થોડા ઓછા ટેક ગેજેટ્સ અને હાર્ડવેર હશે. જેમ કે તે
નિયમિત ફોર્ક્સ આપશે. આ ઉપરાંત એબીએસ એટલે કે ભારતીય મોડેલમાં એન્ટી લોકીંગ બ્રેકિંગ સિસ્ટમ પણ મિસિંગ હશે. આ મોડેલમાં સ્લીપર ક્લચ પણ નથી આપવામાં આવ્યું.
ભારતમાં Yamahaની નવી બાઇક Yamaha R15 V2નું સ્થાન લેશે. નવી મોટરસાઇકલની કિંમત
1.2 લાખ રૂપિયાની આસપાસ રાખી છે.
Yamaha R15 V3.0માં સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડફુએલ ઈંજેકટેડ એન્જિન હશે. આ એન્જિન 19 બીએચપી અને 14.7 ન્યૂટન મીટર ટોર્કની શક્તિ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. એન્જિન 6 સ્પીડ
ગિયરબોક્સથી સજ્જ છે.