ક્રિકેટ આમ તો અનિશ્ચિતતાઓની રમત છે. ક્યારે કયો રેકોર્ડ બની જાય અને કયો રેકોર્ડ તૂટી જાય કોઈ નથી કહી શકતું. હવે નાગાલેન્ડ અને કેરળની અંડર-19 વુમન ટીમ વચ્ચેની મેચ ની જ વાત કરીએ તો. આ મેચમાં નાગાલેન્ડની ટીમ 17 ઓવરમાં બધી જ વિકેટ ગુમાવીને માત્ર 2 રન બનાવી શકી. તેમાં પણ એક રન વાઈડ બોલના કારણે બન્યો. આ મેચ જેકેસી કોલેજ ગ્રાઉન્ડ ગુંટૂરમાં રમાઇ હતી.
BCCI વુમન અંડર-19 વન-ડે લીગ એન્ડ નોકાઆઉટ ટૂર્નામેન્ટમાં આ મેચમાં નાગાલેન્ડની ટીમના બેટ્સમેન કેરળની ધાતક બોલિંગનો સામનો ન કરી શકી. કેરળની શાનદાર બોલિંગનો અંદાજો આ વાત પરથી જ લગાવી શકાય છે કે નાગાલેન્ડના 9 ખેલાડીઓ ખાતુ ખોલ્યા વિના જ આઉટ થઈ ગયા. 2માંથી 1 રન ઓપનર બેટ્સમેન મેનકાએ બનાવ્યો અને તેના માટે 18 બોલ રમી.
કેરળની તરફથી અલીના સુરેન્દ્ર જ એકલી બોલર રહી જેણે એક પણ વિકેટ ન મળી. તેણે 3 ઓવરમાં 2 મેડન અને 2 રન આપ્યા. કેપ્ટન મિન્નુ માનીએ 4 ઓવરમાં એક પણ રન આપ્યા વગર 4 વિકેટ ઝડપી લીધી સૌરભ્યાએ પણ 6 ઓવરમાં મેડન આપી અને 2 વિકેટ લીધી. સંદ્રા સુરેન અને બિબી સેબસ્ટીનના 2 રન આપી 1-1 વિકેટ લીધી.
આવી રીતે કેરળને જીતવા માટે માત્ર 3 રન બનાવવાની જરૂર હતી. જેને તેમણે પહેલા જ બોલ પર બનાવી લીધા. ઈનિંગની શરૂઆત કરવા આવેલી દીપિકાએ પહેલા જ બોલ વાઈડ રહી જ્યારે બીજા બોલ પર ઓપનર અંશુ એસ. રાજૂએ શોટ લગાવીને બોલ બાઉન્ડ્રી બહાર પહોંચાડી દીધો. આ પહેલા નાગાલેન્ડની ટીમે બીસીસીઆઈના પૂર્વોત્તર અંડર-19 વન-ડે કોમ્પિટિશનમાં મણિપુર વિરુદ્ધ 42 વાઈડ બોલ ફેંક્યા હતા. આ મુકાબલામાં 94 વાઈડ બોલ ફેંકાયા હતા.