કરી દો આ 2 Settings, ફાસ્ટ થઇ જશે તમારો Smartphone, ડેટા થશે સેવ

By : krupamehta 04:06 PM, 13 November 2017 | Updated : 04:06 PM, 13 November 2017
Smartphone માં કેટલાક એવા સેટિંગ્સ હોય છે જેની આપણને ખબર હોતી નથી. આજે અમે તમને ફોનના અહીંયા એવા બે સેટિંગ્સ જણાવવા જઇ રહ્યા છીએ, જેનાથી તમે તમારા Smartphone ને ફાસ્ટ કરી શકો છો. આ સેટિંગનો ઉપયોગ કર્યા બાદ ફોનનો ડેટા અને બેટરી સેવ થવાની સાથે જ પ્રોસેસિંગ સ્પીડ વધી જશે. હાલમાં સ્માર્ટોન યૂઝર્સને સૌથી મોટો કન્સર્ન બેટરી અને ડેટા બચાવવાનો છે. એની સાથે જ જો ફોનની સ્પીડ ફાસ્ટ કરનાર સેટિંગ પણ મળી જાય તો વધારે સારું. આ સેટિંગ્સ ફોનના ફીચર્સમાં હોય છે જેનો આપણે ઉપયોગ કરી શકતાં નથી. 

જો કે આ બાબતે એક એક્સપર્ટનું કહેવું છે કે સ્માર્ટફોન યૂઝર પોતાના ફોનની સ્પીડને વધારી શકે છે પરંતુ આ એન્ડ્રોઇડના વર્ઝન અને સોફ્ટવેર અપડેટ પર નિર્ભર કરે છે. 

એના માટે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરો. ત્યાં ઉપરની તરફ જોવા મળી રહેલા 3 ડોટ પર ટેપ કરો. હવે સેટિંગ્સ પર ટેપ કરવા પર Data Saver વિકલ્પ જોવા મળશે. એની પર ટેપ કરીને ઓન કરી દો. 

ક્રોમ જે પણ પેજ ઓપન કરશે એને કમ્પ્રેસ કરીને ઓપન કરશે. એનાથી પ્રોસેસર પર લોડ પણ ઓછો થઇ જશે. તમે જે પણ પેજ ઓપન કરશો એ ઝડપથી ઓપન થઇ જશે. ફોનની બેટરી અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ ઓછો થશે. 

બીજું સેટિંગ્સ કરવા ફોનના સેટિંગ્સમાં જઇને Account પર જાવ. અહીંયા તમારે 3 ડોટ પર ટેપ કરવાનું છે. હવે Auto Sync પર ઓફ કરી દો. એને ઓફ કરતાં જ ફોન સ્ક્રીન પર મેસેજ જોવા મળશે કે જેમાં લખેલુ હશે કે એમાં તમારો ડેટા અને બેટરી સેવ થશે. 

પરંતુ એનો ત્યારે ઉપયોગ કરવો જોઇએ જ્યારે ફોન એકદમ સ્લો ચાલી રહ્યો હોય અને કામ થયા બાદ એને ફરીથી ઓન કરી દો. કારણ કે એનાથી ગુગલ કોન્ટેક્ટ્સ જીમેલથી સિંક થતા રહે છે. Recent Story

Popular Story