મહેસાણાઃ બહુચરાજીની મુલાકાતે આવેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં યુવા રોજગારી અંગે આકર ચિંતા વ્યક્ત કરી હતી. તેની સાથે જ બહુચરાજી-વિરમગામ હાઈવે પર આવેલી મારુતિ અને હોન્ડા જેવી કંપનીને ચેતવણીના સૂરમાં ધમકી પણ ઉચ્ચારી હતી.
અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતું કે આ કંપનીઓ સ્થાનિક યુવાનોને રોજગારી આપે જો તેમ નહીં કરવામાં આવે તો આ કંપનીઓને આ વિસ્તારમાં સુખેથી ચાલવા દેશું નહીં. અમે બજેટ સત્ર સુધી નમ્રતાથી રજૂઆત કરીશું. પરિણામ નહીં આવે તો કંપનીઓ કઈ રીતે ચાલે છે તે જોઈ લઈશું.