નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા રિલાયન્સ જિયોના જિયોફોન માટે 49 રૂપિયા વાળા ટેરિફ પ્લાન સાથે ચાર નવા ડેટા એડ-ઓન ટેરિફ પ્લાનને લોન્ચ કર્યા હતા. પરંતુ ત્યારે કંપનીના ડેટા ઓફર્સની જાણકારી આપી હતી. આ ડેટા પેક 11 રૂપિયા 21 રૂપિયા 51 રૂપિયા અને 101 રૂપિયાનો હતો. જો કે હવે ટેલીકોમ ઇન્ફોના જણાવ્યા અનુસાર થોડા સમયની અંદર જ લાઇવ કરી દેવામાં આવશે. એટલે કે ગ્રાહકો આ પ્લાન્સનો લાભ જિયોના સત્તાવાર પોર્ટલ અને એપથી ઉઠાવી શકશો.
હાલ આ પ્લાન્સ જિયોના પોર્ટલ પર નજરે નથી આવી રહ્યા. આ પ્લાન્સમાં માત્ર ડેટાનો લાભ ગ્રાહકોને મળશે. જેમાં જુના પ્લાન્સની જેમ વૉઇસ કોલનો લાભ નહીં મળે. 11 રૂપિયા વાળા એડ-ઓન પ્લાનમાં 400MB ડેટા 21 રૂપિયા વાળા પ્લાનમાં 1GB 4GB 51 રૂપિયા વાળા પ્લાનમાં 3GB 4G ડેટા અને 101 રૂપિયા વાળા એડ-ઓન પ્લાનમાં 6GB 4G ડેટા ગ્રાહકોને આપવામાં આવશે. આ એડ-ઓન પ્લાનની કોઇ વેલિડિટી નહીં હોઇ. આ તમારા પ્રાઇમરી રિચાર્જ સુદી વેલિડ હશે.
પહેલા કંપનીની પાસે 11 રૂપિયા 51 રૂપિયા 91 રૂપિયા 201 રૂપિયા અને 301 રૂપિયાના 5 બુસ્ટર પ્લાન્સ હતા. પરંતુ હવે કંપનીનો ઇરાદો તેમાં ફેરફાર કરી સસ્તો કરવાનો છે. આ પ્લાન્સનો લાભ ગ્રાહકોને કંઇક આવી રીતે મળશે. જેમકે જો તમે 149 રૂપિયાના રિચાર્જ સાથે 101 રૂપિયાનો એડ-ઓન પ્લાન ખરીદો છો તે તમને પ્રતિદિન 1.5GB ડેટા સાથે વધુ 6GB ડેટાનો લાભ પણ મળશે.
આ પહેલા રિલાયન્સ જિયો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જિયોફોન યૂઝર્સ અનલિમિટેડ કોલ અને 1GB 4G ડેટાનો ઉપયોગ 28 દિવસ માટે માત્ર 49 રૂપિયા આપીને કરી શકે છે.