વોશિંગ્ટન : અમેરિકાનાં લાસ વેગાસમાં એક સંગીત સમારોહ દરમિયાન એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ગોળી બારમાં ઓછામાં ઓછા 50 લોકોનાં મોત થઇ ચુક્યા છે અને 200થી વધારે લોકો ઘાયલ થઇ ચુક્યા છે. હાલનાં દિવસોમાં અમેરિકાનાં ઇતિહાસમાં આ સૌથી મોટો ઘાતક ગોળીબાર છે.
પોલીસનાં અનુસાર બંધુકધારીની ઓળખ 64 વર્ષીય સ્ટીફન પેડોક તરીકે થઇ છે. તે સ્થાનિક નિવાસી છે. સ્વેટ ટીમે તેને ઠાર કર્યો હતો. હૂમલાખોરે સંગીત સમારોહ સ્થળની નજીક રહેલી મેડમ બેની 32માં માળે ગોળીબાર કર્યો હતો. ત્યારે આતંકવાદી સંગઠન આઇએસઆઇએસએ આ હૂમલાની જવાબદારી લીધી છે.
આઇએસઆઇએસનો દાવો છે કે સ્ટીફન પેડોકે હાલમાં જ ઇસ્લામ કબુલ કર્યો હતો. તે ઉપરાંત જાણવા મળ્યું કે સ્ટીફન પેડોક જુગાર રમવાનો શોખીન હતો. ધણી વખત ટ્રાફીક નિયમો તોડવાનાં આરોપમાં પકડાયો હતો. હૂમલાખોર સ્ટીફન પેડોક પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહેતો હતો.