ભારતનું કદ વધ્યું, ICJમાં થઈ ભારતીય જજની પસંદગી, કેવી રીતે થાય છે પસંદગી?

By : KiranMehta 11:19 PM, 14 November 2017 | Updated : 11:25 PM, 14 November 2017
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું કદ વધી રહ્યું છે, જેનું સૌથી મોટું ઉદાહરણ છે ICJમાં ભારતીય જજની પસંદગી. ICJની જ્યૂરીના અંતિમ જજ માટેની ચૂંટણી માટે ભારત અને બ્રિટનના જજ વચ્ચે જોરદાર મુકાબલો થયો છે. ICJના જજ માટે સંયુક્ત રાષ્ટ્રની મહસભા અને સ્થાયી સમિતિમાં મતદાન થતું હોય છે. 

ત્યારે ભારતીય જજ દલવીર ભંડારીને અંતિમ તબક્કાના મતદાનમાં મહાસભામાં 121 મત મળ્યા હતા, જેમને આ પૂર્વેના તબક્કામાં કુલ 116 મત મળ્યા હતા. જ્યારે બ્રીટેનના જજ ક્રિસ્ટોફર ગ્રીનવુડને 76 મતો મળ્યા હતા. મહાસભામાં પૂર્ણ બહુમત માટે 97 મતોની જરૂર હોય છે. જોકે જજોની ચૂંટણીનો અંતિમ ફેંસલો સુરક્ષા પરિષદને કારણે લટકી પડયો છે, જ્યાં બ્રિટન કાયમી સભ્ય છે.

સુરક્ષા પરિષદમાં દલવીર ભંડારીને 6 મત મળ્યા છે, જ્યારે બ્રિટનના જજને 9 મત મળ્યા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મહાસભામાં ભારતને બહુમત મળ્યો છે, જ્યારે P5ના સભ્ય દેશો બ્રિટનના જજના પક્ષે છે. વિવાદને જોતા આ એક જજની પસંદગી માટેની તારીખ હાલ પૂરતી ઠેલી દેવામાં આવી છે, જેને લઈને ભારતે મજબૂત સૂરમાં વિરોધ નોંધાવ્યો છે.  
  • કેવી રીતે થાય છે ICJના જજની નિમણૂંક?
  • UN મહાસભા અને સ્થાયી સમિતિના સભ્ય દેશો કરે છે મતદાન  
  • ભારતીય જજ દલવીર ભંડારી અને બ્રિટનના જજ ક્રિસ્ટોફર ગ્રીનવુડ વચ્ચે મુકાબલો  
  • અંતિમ તબક્કામાં દલવીર ભંડારીને મહાસભામાં 116 મત મળ્યા  
  • બ્રિટનના જજ ક્રિસ્ટોફર ગ્રીનવુડને 76 મત મળ્યા  
  • મહાસભામાં પૂર્ણ બહુમત માટે 95 મતોની જરૂર  
  • સુરક્ષા પરિષદમાં ભંડારીને 6 અને ગ્રીનવુડને 9 મત મળ્યા  
  • મહાસભામાં ભારતને બહુમત, સ્યાયી સિમિતિ બ્રિટનના પક્ષે  Recent Story

Popular Story