હનીપ્રીતના ત્રણ દિવસના રિમાંડ પૂર્ણ, સ્વીકાર્યા અનેક આરોપ

By : krupamehta 12:16 PM, 13 October 2017 | Updated : 12:16 PM, 13 October 2017
ચંદીગઢ: ડેરા સચ્ચા સૌદા રામ રહીમની ખાસ ગણાતી હનીપ્રિતના પોલીસ રિમાંડ આજે પૂર્ણ થઇ ગયા છે. 10 ઓક્ટોબરે કોર્ટે તેને ત્રણ દિવસ પોલીસ રિમાંડ પર મોકલી હતી. 

ત્યારે રિમાંડ પૂર્ણ થતાં આજે ફરી હનીપ્રિતને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્રણ દિવસના રિમાંડ વધ્યા બાદ પોલીસે હનીપ્રિત પાસે અનેક પ્રકારની જાણકારી મેળવી છે. જો કે હનીપ્રિતનો લેપટોપ અને મોબાઇલ ફોન હજુ પોલીસ મેળવી શકી નથી. લેપટોપ અને મોબાઇલ ડેરાની ચેરપર્સન વિપસ્યના ઇંસા પાસે હોવાનું પણ જાણવા મળ્યું છે.

જણાવી દઇએ કે પંચકૂલા પોલીસને આ પહેલા આ સપ્તાહમાં બે વખત નોટીસ મોકલી હતી, પરંતુ એમની તરફથી કોઇ જવાબ આવ્યો નહતો, માનવામાં આવી રહ્યું હતું કે જો એ કોર્ટ નહીં પહોંચે તો એની મુશ્કેલી વધી શકે છે. Recent Story

Popular Story