સફેદ વાળથી છૂટકારો મેળવવા માટે ટ્રાય કરો આ સૂપર ફૂડ્સ..

By : juhiparikh 05:28 PM, 07 December 2017 | Updated : 05:28 PM, 07 December 2017

સુંદર, કાળા અને ભરાવદાર વાળ કોઈની પણ સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ આજકાલની લાઇફસ્ટાઇલને કારણે નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાનું સૌથી મોટું કારણ છે વાળની યોગ્ય રીતે દેખરેખ ન રાખવી અને પ્રદૂષણ. ત્યારે નાની ઉંમરે વાળમાં આવેલી સફેદીને છૂપાવવા માટે કલર કરવો જ એકમાત્ર ઉપાય બચે છે. જો નાની ઉંમરથી જ તમારા આહારમાં પોષક તત્વોને સામેલ કરવામાં આવે તો લાંબા સમય સુધી તમે તમારા વાળને કાળા રાખી શકો છો. આવી જ વસ્તુઓ પર એક નજર નાંખીએ...

લીંબુ:

લીંબુમાં વિટામિન C હોય છે, જેનાથી વધતી ઉંમરે પણ વાળ કાળા રહે છે. એટલે વાળ કાળા રાખવા માટે જમવામાં લીંબુને સામેલ કરો. રોજ સવારે લીંબુ પાણી પીવાનું રાખો કે ખાવામાં લીંબુનો રસ નાંખીને ઉપયોગ કરો.

ચણા:

કાળા ચણામાં વાળ માટે જરૂરી વિટામિન B 9 ભરપૂર માત્રામાં હોય છે. રોજ સવારે એક મુઠ્ઠી પલાળેલા ચણા ચાવીને ખાવાથી લાંબા સમય સુધી વાળ કાળા રહે છે

ડુંગળી:

ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી તે લાંબા અને ઘાટા તો રહે જ છે, પરંતુ ડુંગળી ખાવાથી તમે વાળને લાંબા સમય સુધી કાળા રાખી શકો છો. ડુંગળીમાં સલ્ફર હોય છે, જે વાળને કાળા અને લાંબા બનાવે છે. એટલે ડુંગળીને તમારા આહારમાં સામેલ કરો.

કેળા:

કેળામાં રહેલા વિટામીન B અને ઝિંક વાળના ફોલિકલ્સને પોષણ આપી વાળને કાળા રાખે છે. વાળને લાંબા સમય સુધી કાળા રાખવા માટે તમારા ખાવામાં 1 કેળાને સામેલ કરો. એટલે કે રોજ સવારે 1 કેળું ખાઓ કે બનાના શેક પીવો.

ઈંડા:

ઈંડામાં આયરન, ઝિંક હોય છે, જેનાથી વાળના ફોલિક્લસને ઓક્સિજન મળે છે અને વાળ કાળા થઈ જાય છે. સાથે જ વાળની લંબાઈ વધારવા માટે પ્રોટીન સૌથી મહત્વનું હોય છે અને ઈંડામાં પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય છે.
Recent Story

Popular Story