લ્યો બોલો! હવે વેલેન્ટાઇન ડે પર ભાડે મળશે બૉયફ્રેન્ડ

By : juhiparikh 03:08 PM, 13 February 2018 | Updated : 03:09 PM, 13 February 2018
જો તમે આ વેલેન્ટાઇન સિંગલ છો અને તમને બૉયફ્રેન્ડની જરૂર છે તો આ સમાચાર તમારા માટે છે. ગુરુગ્રામના 26 વર્ષના આ એક બિઝનેસમેનએ સિંગલ ગર્લ્સ માટે રેન્ટ પર બોયફ્રેન્ડ બનવાની ઓફર આપી છે. શકુલ ગુપ્તા નામના આ યુવકે ફેસબુક પોસ્ટ લખીને ગર્લ્સ માટે અલગ અલગ પ્રકારના પેકેજ પણ આપ્યા છે. શકુલના પેકેજમાં ઑડી રાઈડથી લઈને હાથ પકડવા સુધીની અનેક સુવિધાઓ છે.શકુલના આ ફેસબુક પોસ્ટને અત્યાર સુધી હજારો લોકો લાઇક કરી ચૂક્યા છે. શુકલ પોતાના બોયફ્રેન્ડ રેન્ટ પર આપવા માટે તૈયાર છે, આ માટે તેની કેટલીક શરતો પણ છે. શકુલે અમુક શરતો પણ મુકે છે, જેમકે તે ફેશન વિષે વાત નહીં કરે, તેને સી-ફૂડ નથી પસંદ વગેરે.

ફેસબુક પર શકુલએ પોતાની કેટલીક ફોટોઝ શૅર કરી છે. આટલું જ નહીં, શકુલે એક પ્રોમો કોડ પણ આપ્યો છે, જેનો ઉપયોગ કરવાથી 20% ડિસ્કાઉન્ટ મળશે. હવે રેન્ટ કેટલું છે તે શકુલે નથી લખ્યું.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે શકુલે પોતાને રેન્ટ પર બોયફ્રેન્ડ બનવા તૈયાર કર્યો હોય. ગયા વર્ષે વેલેન્ટાઈન ડેટ માટે પાંચ છોકરીઓ સિલેક્ટ કરવામાં આવી હતી, જેમની સાથે શકુલે ઓબેરોઈમાં ડિનર કર્યુ હતું અને તેમને iPhone 7 ગિફ્ટમાં આપ્યો હતો.Recent Story

Popular Story