રાજયમાં પડી શકે છે વરસાદ. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 19 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદ શરૂ થઇ શકશે. બંગાળની ખાડી પરથી આવનારી સિસ્ટમથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ અમલી બનશે. આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવા વરસાદની શકયતા છે. જયાં સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.
ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં રાજયમાં સીઝનનો કુલ 84 ટકા વરસાદ વરસી ગયો છે. ત્યારે ફરી એક વાર મધ્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગની આગાહી
19 ઓગસ્ટથી રાજ્યમાં ફરી શરૂ થઇ શકે છે વરસાદ
બંગાળની ખાડી પરથી આવનારી સિસ્ટમથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ