વિયતનામમાં પૂર અને ભૂસ્ખલનથી 37 નાં મોત, 40 ગુમ

By : krupamehta 12:16 PM, 12 October 2017 | Updated : 12:18 PM, 12 October 2017
ઉત્તર અને મધ્ય વિયતનામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 37 લોકોના મોત થયા છે. આ ભીષણ પૂરમાં 40 લોકો ગુમ થઇ ગયા હોવાની માહિતી મળી છે પરંતુ હજુ સુધી તેના કોઇ પુરાવા મળ્યા નથી. મળતી માહિતી અનુસાર પૂરના કારણે હા તિન્હ અને નાહે અન પ્રાંત વધારે અસરગ્રસ્ત થયા છે. 

At least 37 people die and another 40 are missing after floods and landslides ravage northern and central #Vietnam, reports AFP

— ANI (@ANI) October 12, 2017
આ પૂરમાં 1000થી વધારે ઘરનો નાશ થઇ ગયો છે અને 6 પ્રાંત પૂરી રીતે અસરગ્રસ્ત થયા છે. ઉત્તર અને મધ્ય ક્ષેત્રમાં ભારે વરસાદ થયો છે. કૃષિ મંત્રી નાગુએન જુઆને કહ્યું કે આવું પહેલી વખત થયું છે જ્યારે આટલો ભારે વરસાદ પડ્યો છે. Recent Story

Popular Story