હાલની એક જાણીતી સમસ્યા છે લોન તાત્કાલિક મંજુર કરાવવી પરંતુ લોન પાસ કરાવવા માટે ઘણો સમય લાગી જાય છે અંતે એવો સમય આવે છે કે લોન સમયસર ના મળી શકાવાને કારણે તે કામ અધુરૂ જ રહી જાય છે. પરંતુ અહીં આપવામાં આવેલ કેટલીક ટીપ્સ લોન ઝડપથી મંજુર થઇ જશે.
- કેટલીક કંપનીઓ પોતાના કર્મચારીઓને લોન આપે છે જેની ચુકવણી 3 થી લઇ 24 મહીના સુધી કરવાની હોય છે. આમ કંપની તરફથી મેળવેલી લોનનું વ્યાજ પણ ઓછુ હોવાને કારણે કંપની લોન લેવાનો આગ્રહ રાખવો જરૂરી છે.
- ઘર પર લીધેલી હોય તો તેને ટોપ-અપ લોનનાં સ્વરૂપમાં લેવી જોઇએ. આવી લોન 50 લાખ સુધી મળતી હોય છે. અને વ્યાજદર 9 થી 13 ટકા જેટલો હોય છે. આ પ્રકારની લોન 3 દિવસમાં જ મંજુર થઇ જાય છે.
- પર્શનલ લોન મેળવવાનો આગ્રહ રાખીએ તો આ પ્રકારની લોન 30 મીનીટ થી લઇ 3 દિવસ સુધીમાં મળતી હોય છે. પરંતુ આ લોનની ચુકવણી સમયે વ્યાજદર વધારે હોવાથી ઓછા લોકો આ લોનની પસંદગી કરે છે.
- જો તમારી પાસે કોઇ પ્રોપર્ટી હોય તો તેના પર પણ લોન મેળવી શકાય છે. આ લોન ઝડપથી મળે છે. જે 5 લાખથી શરૂ કરી 10 કરોડ સુધી મળવાપાત્ર છે.
- જો તમારી પાસે શેર કે મ્યુચ્યલ ફંડ હોય તો તેના પર પણ લોન મેળવી શકાય છે. આ પ્રકારની લોનનું વ્યાજ સામાન્ય રીતે 9 થી 15 ટકા જેટલું હોય છે.
- ગોલ્ડ લોન એકદમ ઝડપથી મળવા પાત્ર હોય છે. જો તમારી પાસે સોનું પડેલુ હોય તો તેને ગીરવે મુકીને 10 હજારથી શરૂ કરી 25 લાખ સુધી ગોલ્ડ લોન મેળવી શકાય છે.
- તુરંત લોન મેળવવી હોય અને ઓછી લોન મેળવવી હોય તો ક્રેડિટ કાર્ડ ઓપ્શન એકદમ સરસ છે. તે લોનની ચુકવણી પેટે વ્યાજ પણ ઓછુ ચુકવવાનું આવે છે જેનો વ્યાજ દર 2.50 ટકા થી લઇ 3 ટકા જેટલો હોય છે.