શિવરાત્રિ પહેલા અહીંયા જોવા મળ્યું અમરનાથથી પણ મોટું શિવલિંગ, ભીડ ઉમટી

By : juhiparikh 03:15 PM, 12 February 2018 | Updated : 03:16 PM, 12 February 2018
મહાશિવરાત્રિના પહેલા દેશભરમાં શિવ મંદિરોમાં શણગારવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે હિમાચલના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલીની કેટલીક ફોટોઝ વાયરલ થઇ છે, જે શ્રદ્ઘા-ભક્તિના આ તહેવારના પહેલા શિવભક્તો ખુશ કરી દેશે.

વાસ્તવમાં મનાલીમાં સ્થિત સોલાંગ વેલીમાં બરફથી બનેલા 30-40 ફૂટ ઉંચા શિવલિંગ જોવા મળ્યુ છે. આ શિવલિંગને જોવા અને દર્શન કરવા માટે ભારી સંખ્યામાં પહોંચ્યા હતા. આ શિવલિંગ બાબા બર્ફાની અમરનાથના શિવલિંગથી પણ મોટું છે.

મનાલીના આ શિવલિંગની ફોટો હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે. જ્યાં પર શિવલિંગ સિવાય બાબાની કૂટિર છે, જેને બાબા પ્રકાશ પુરીએ બનાવી છે, તેમના મૃત્યુ પછી શિષ્ય અહીંયા રહે છે. કહેવાય છે કે, અહીંયા પર માતા અંજનીએ પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી ખુશ થઇને ભગવાન શિવ પ્રકટ થયા હતા.

સોલાંગ વેલીથી બનનારા આ શિવલિંગને લઇને કહેવા ય છે કે ડિસેમ્બરથી બરફથી બનવાનું શરૂ થાય છે અને જાન્યુઆરીમાં પૂર્ણ રૂપમાં આકાર 30-40 ફૂટ ઉંચો થઇ જાય છે. Recent Story

Popular Story