સુરતઃ પરણિત પ્રેમિકાને પામવા બાળકનું અપહરણ કરનારની ધરપકડ

By : HirenJoshi 02:55 PM, 13 February 2018 | Updated : 02:55 PM, 13 February 2018
સુરતઃ પુણા ડુંભાલ વિસ્તારમાં દોઢ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. રાજસ્થાનમાં રહેતા એક પૂર્વ પ્રેમીએ સુરતમાં આવીને બાળકનું અપહરણ કર્યું હતું. પરણિત પ્રેમિકાને પામવા માટે બાળકનું અપહરણ કર્યું હતું.

પરણિતા તેના બાળક સાથે જઈ રહી હતી ત્યારે પૂર્વ પ્રેમીએ રસ્તામાં આંતરીને બાળકનું અપહરણ કર્યું હતું. બીજી તરફ આ સમગ્ર મામલે પરિણતાએ પોતાના પતિને વાત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

ત્યાર બાદ પોલીસે કાર્યવાહી કરતા બારડોલીથી એક આરોપીની ધરપકડ કરી હતી. તેના પ્રેમીનું નામ રોહન નાયક હોવાનું બહાર આવ્યું છે. સાથે અપહ્યત બાળકને પોલીસે મુક્ત કરાવ્યું છે.Recent Story

Popular Story