લોકસભા ચૂંટણીનો છેલ્લો તબક્કો નજીક આવતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસ પર વધારે પ્રહારો ફાસ્ટ થઇ ગયા છે. બુધવારે હરિયાણાના કુરુક્ષેત્રમાં કરેલીને સંબોધત કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસમાં મને ગાળો આપવાની સ્પર્ધા લાગી છે, અત્યાર સુધી કોંગ્રેસ ગાળો તરીકે એમની પર પ્રેમ વરસાવી રહી છે. એ દરમિયાન પ્રધાનમંત્રીએ એ શબ્દો પણ કહ્યા, જેને કોંગ્રેસે એમના માટે ઉપયોગ કર્યો.
પ્રિયંકા ગાંધી દ્વારા પોતાને દુર્યોધન કહેવા પર પીએમ મોદી બોલ્યા, મૌન રહીને એનો જવાબ આપવા માંગીશ. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેટલાકે એમને 'ગંદી નાલીના કીડા' કહ્યા તો બીજા મને 'ગંગૂ તૈલી' કહેવા આવી ગયા. એમને કહ્યું કે એમના એક નેતાએ મને 'પાગલ કુત્તા' પણ કહ્યું
પીએમ મોદીએ કહ્યું કે એમની ગાળોને ધ્યાને ના લેતા હું સમગ્ર દેશની સેવા કરી રહ્યો છું. હરિયાણામાં છેલ્લા પાંચ વર્ષમાં મોટા પરિવર્તનનો પુરાવો રહ્યો છે. પાણીપતથી પણ બેટી બચાવો, બેટી પઢાવોનું અભિયાન મે શરૂ કર્યું હતું.
રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે મોટા મોટા નેતાઓએ મને 'માનિસક રીતે બિમાર' કહ્યો, 'નીચ કક્ષાનો આદમી કહ્યો', પ્રધાનમંત્રીએ લોકોને અપીલ કરતા કહ્યું કે આ ગાળો વાળી વીડિયોને તમે લોકો સુધી ફેલાવો, કારણ કે દેશને કોંગ્રેસની સત્યતા જાણી શકે.
कांग्रेस के एक नेता ने मुझे गंदी नाली का कीड़ा कहा, तो दूसरा मुझे गंगू तेली कहने आ गया।
— BJP (@BJP4India) May 8, 2019
इनके एक नेता ने मुझे पागल कुत्ता कहा, तो दूसरे नेता ने भस्मासुर की उपाधि दे दी
इनके एक और मंत्री ने मुझे वायरस कहा तो दूसरे ने दाऊद इब्राहिम का दर्जा दे दिया: पीएम मोदी #ModiHiAayega pic.twitter.com/t6naLGoYcM
રેલીમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસે મને પ્રધાનમંત્રી બન્યા બાદ શું શું ભેટ આપી, એ પણ તમને જણાવું છું. મને મોસ્ટ સ્ટુપીડ પીએમ કહેવામાં આવ્યો, જવાનોના લોહીનો દલાલ કહેવામાં આવ્યો.