મહેસાણા: લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે વધુ 2 નામની જાહેરાત કરી છે. જેમાં ભાજપે મહેસાણા બેઠક પરથી શારદાબેન પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે તો સુરત બેઠક પરથી દર્શનાબેન જરદોષને રિપીટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે.
Bharatiya Janata Party releases list of candidates for parliamentary constituencies of Mahesana and Surat in Gujarat and Thrissur in Kerala. pic.twitter.com/gRfDPPz3wT
— ANI (@ANI) April 2, 2019
ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે-તે વિસ્તારમાં સારું એવું પ્રભુત્વ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત ભાજપના વધુ 2 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, દર્શના બેન જરદોષ પહેલા પણ લોકસભા લડી ચૂક્યા છે તો આ તરફ મહેસાણાના શારદાબેન પટેલ પૂર્વ પ્રધાન અનિલ પટેલના પત્ની છે.
#BJP એ 2 ઉમેદવારના નામ જાહેર કર્યા #Surat થી દર્શના જરદોશને રિપિટ કરાયા, #Mehsana થી શારદાબેન પટેલને ટિકિટ, ભાજપે બે મહિલા ઉમેદવારને ટિિકટ આપી
મહેસાણાથી જયશ્રીબેન પટેલનું પત્તુ કપાયું, 2014માં દર્શનાબેન જરદોશ સૌથી વધુ માર્જિનથી જીતનાર ઉમેદવાર હતા pic.twitter.com/0PsAeApNyt
— VTV Gujarati News (@VtvGujarati) April 2, 2019
આપને જણાવી દઇએ કે, આ પહેલા ભાજપ હાઇકમાન્ડ દ્વારા 23 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ વધુ બે બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવતા ભાજપે કુલ 25 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તો આ સાથે જ કેરળ રાજ્યમાં પણ એક ઉમેદવારની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી.
ભાજપનાં ગુજરાતનાં 25 ઉમેદવારોનાં નામોની બીજી યાદી જાહેરઃ
1. ગાંધીનગર- અમિત શાહ
2. બનાસકાંઠા- પરબત પટેલ
3. પાટણ- ભરત ડાભી
4. મહેસાણા- શારદાબેન પટેલ
5. અમદાવાદ પૂર્વ- બાકી
6. અમદાવાદ પશ્ચિમ કીરીટભાઈ સોલંકી
7. સુરેન્દ્રનગર- મહેન્દ્રભાઈ મુંજપરા
8. કચ્છ- વિનોદભાઈ ચાવડા
9. રાજકોટ- મોહનભાઈ કુંડારિયા
10. પોરબંદર- રમેશ ધડુક
11. જામનગર- પૂનમબેન માડમ
12. જૂનાગઢ- રાજેશ ચુડાસમા
13. અમરેલી- નારણભાઈ કાછડીયા
14. ભાવનગર- ભારતીબેન શિયાળ
15. આણંદ- મિતેશ પટેલ
16. ખેડા- દેવુસિંહ ચૌહાણ
17. પંચમહાલ- રતનસિંહ ચૌહાણ
18. દાહોદ- જસવંત સિંહ ભાંભોર
19. વડોદરા- રંજનબેન ભટ્ટ
20. છોટા ઉદેપુર- ગીતાબેન રાઠવા
21. ભરૂચ- મનસુખભાઈ વસાવા
22. બારડોલી- પ્રભુભાઈ વસાવા
23. સુરત- દર્શનાબેન જરદોસ
24. નવસારી- સીઆર પાટીલ
25. વલસાડ- કેસી પટેલ
26. સાબરકાંઠા- દિપસિંહ રાઠોડ