જે લોકોની હથેળીમાં હશે આ 4 નિશાન, તે જીવનમાં ક્યારેય નહીં થાય નિરાશ

By : kavan 08:44 PM, 12 November 2017 | Updated : 08:44 PM, 12 November 2017
જ્યોતિષવિદ્યામાં હથેળીમાં રહેલી અમુક પ્રકારની રેખાઓ અને પ્રતીકોનો અભ્યાસ કરીને ભવિષ્ય વિશેની આગાહી કરી શકાય છે. કેટલીક નિશાનીઓને જ્યોતિષવિજ્ઞાનમાં શુભ માનવામાં આવે છે, અને કેટલાક અશુભ છે. જેની હથેળીમાં આ ચાર પ્રકારની રેખાઓ હોય છે તે વ્યક્તિ ખૂબ નસીબદાર ગણવામાં આવે છે. આ પ્રકારના ચિન્હો ધરાવનાર લોકો જીવનમાં ક્યારેય નિરાશ થતા નથી.

- જે વ્યક્તિની હથેળીમાં ત્રિભુજનું ચિન્હ હોય તે માણસ ભાગ્યશાળી હોય છે. આવા લોકોની સમાજમાં ખાસ પ્રતિષ્ઠા હોય છે અને તે ખુબ સારી નામના મેળવે છે.

- જો હથેળીમાં અંગ્રેજી મુળાક્ષર M બનેલ હોય તેવા લોકો પાસે પુષ્કળ ધન હોય છે. આ પ્રકારનું ચિહ્ન ધરાવનાર લોકોને ક્યારેય ધનની ઉણપ આવતી નથી.

- હથેળીની વચ્ચોવચ બનેલ ત્રિભુજનું ચિહ્ન જે-તે માણસની યોગ્યતા,લગનશીલતા અને જીવનમાં સફળતાનો સુચિત આદેશ કરે છે.

- જે વ્યક્તિની હથેળીમાં નક્ષત્રનું નિશાન જોવા મળે તો તેને જ્યોતિષ વિદ્યામાં અતિશય શુભ માનવામાં આવે છે. આવું ખાસ નિશાન ધરાવનાર વ્યક્તિ અતિ સુખી સંપન્ન રહે છે. આવા લોકો ઉચ્ચ પદ ધરાવે છે. અને જીવનમાં ખુબ સફળતા મેળવે છે. Recent Story

Popular Story