જલ્દી કરો...! આ શહેરમાં 6 મહીના રહેશો તો મળશે 40 લાખ રોકડા

By : kavan 04:04 PM, 13 November 2017 | Updated : 04:04 PM, 13 November 2017
જો કોઇ વ્યક્તિ નવી નોકરીના તપાસમાં હોવ તો તેવા લોકોમાટે એક ખુશ ખબર છે. કોઇપણ કામ કર્યા વગર જ 40 લાખ મળશે આ શહેરમાં માત્ર રહેવા જવાથી. આ વાત જાણીને થોડું આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય છે.

મેક્સિકોની વચ્ચે આવેલ સિટી કેંકનમાં ફક્ત 6 મહીના રહેવાથી ત્યાંની સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા 40 લાખ જેટલી રકમ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

મેક્સિકોના આ શહેરમાં રહીને ત્યાંના ટુરિઝમ અંગે પ્રચાર કરવાનો હોય રહેશે. કંપની દ્વારા રહેવા-જમવાની સગવડ પણ કરવામાં આવશે તેવુ કંપની દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે આ 40 લાખ જેટલી માતબર રકમ મેળવવા માટે માત્ર આટલુ કામ કરવુ ફરજીયાત છે.
- આ નોકરી કરવા માંટે કોઇ અનુભવની જરૂર રહેતી નથી તથા કોઇપણ પ્રકારના અભ્યાસના પ્રમાણપત્રોપણ રજુ કરવાના રહેશે નહીં.

- પરંતુ આ નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારે કંપની દ્વારા આપવામાં આવેલ કેટલાક ટાસ્ક પુરા કરવાના રહેશે.

- સૌ પ્રથમ ઉમેદવારે પાતાનો એક મિનીટનો વિડીયો બનાવી અપલોડ કરવાનો રહેશે આ વિડીયોમાં તે ઉમેદવારે પોતાની ખાસિયત અને કેવા પ્રકારની નોકરી કરવા ઇચ્છે છે તે જણાવવાનું રહેશે.

- આ વિડીયો બાદ 5 ખાસ વિડીયો અંગે મેક્સિકન પ્રજા પાસેથી મત લેવામાં આવશે અને જે વિડીયોને લોકો વધુ પસંદ કરશે તેને પસંદ કરીને તેને કેંકન એક ઇંન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ યોજનાનો હેતુ આ વિસ્તારની સરકારના ટુરીઝમ વિભાગનો બહોળો પ્રચાર-પ્રસાર કરવાનો છે.વેબસાઇટના મેનેજર ચૈડ મેયરસનના જણાવ્યુ હતુ કે દુનિયાભરના પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત કરે અને અને કૈંકનની ખુબસુરતી જુએ.Recent Story

Popular Story