વડોદરા ક્રાઈમબ્રાંચે શહેરમાંથી એક જુગારધામને ઝડપી પાડયું છે.શહેરના નવાપુરા મહેબુબપુરા પાસેથી પોલીસે આ જુગારધામને ઝડપી પાડયું છે.જેમાં 19 જેટલા જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે રૂપિયા 50 હજારની રોકડ સહિત કુલ 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.તો આ જુગારધામ કુખ્યાત અસ્લમ બોડિયો અને તેના ભાઈ અસગર આ ચલાવતા હતા.પોલીસે અસ્લમ બોડિયાને વોન્ટેડ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર રીતે ચાલતા આ જુગારધામ ઝડપાતા શહેરમાં આ વિષય ચર્ચાનો વિષય બન્યો હતો.જો કે પોલીસની આ રેડમાં 19 જેટલા જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી.જો કે આ જુગાર ધામ ચલાવતા બંન્ને ભાઇ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.