તસ્કરો બન્યા બેફામ,એક રાતમાં 12 દુકાનમાં પાડ્યું બાંકોરુ

By : kavan 02:00 PM, 12 January 2018 | Updated : 02:07 PM, 12 January 2018
દ્વારકાના ભાણવડમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.ભાણવડમાં એક જ રાત્રીમાં એક કે બે નહીં પરંતુ એક સાથે 12 દુકાનના તાળા તૂટયા.વેરાળનાકા વિસ્તારમાં મોડી રાત્રે ચોર ટોળકી ત્રાટકી હતી.અને એક બાદ એક 12 દુકાનમાં હાથ સાફ કર્યો હતો.

તો ચોરી કરવા આવેલી ટોળકી દુકાનની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી..તો બીજી બાજુ વારંવાર થતી ચોરીથી વેપારીઓમાં રોષ ફેલાયો છે.તો વેપારીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને વિરોધ નોંધાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં શિયાળાની મોસમ પુરજોશમાં જામી છે ત્યારે તસ્કરોને મોકળું મેદાન મળી ગયુ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં તસ્કરોએ માજા મુકી છે.ગત મધ્યરાત્રિના રોજ તસ્કરોએ એક સાથે 12 દૂકાનોમાં ખાતર પાડ્યું હતુ અને કેટલીય દૂકાનોમાંથી હાથ ફેરો કર્યો હતો.

વેરાળનાકા વિસ્તારમાં તસ્કરોની ટોળકીએ તરખાટ મચાવ્યો હતો પરંતુ આ આ ટોળકી CCTVમાં કેદ થઇ ગઇ હતી.આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓએ રોષ નોંધાવ્યો હતો અને આ તસ્કરોને પકડી પાડવા પોલીસ આકરા પગલાં લે તેવી લોકમાગ ઉઠવા પામી હતી. 

 Recent Story

Popular Story