CSOએ અનુમાન લગાવ્યું છે કે નાણાંકિય વર્ષ 2017-18 માં GDP ગ્રોથ ઘટીને 6.5 ટકા રહેશે.GSTને કારણે ગ્રોથ રેટમાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે.કેદ્ર સરકારે જારી કરેલા આંકડા મુજબ નવા નાણાંકીય વર્ષમાં 6.5 ટકા ગ્રોથ રેટ રહેશે.જે ગયા વર્ષે 7.1 ટકા હતો.
નવા આંકડાથી સરકારને રાહત મળી છે કારણ કે ચાલુ નાણાંકિય વર્ષમાં પહેલા ત્રિમાસિક ગાળામાં GDP વિકાસ દર 5.7 ટકા હતો.GSTની અસર હવે ધીરે-ધીરે ઓછી થઈ રહી છે.અને કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે કરેલા આર્થિક નિર્ણયોને કારણે વિકાસ દરમાં સુધારો જોઈ શકાય છે.
8 નવેમ્બર 2016ના રોજ જાહેર કરાયેલી નોટબંધી અને ત્યારબાદ 1 જુલાઇ 2017થી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)ના અમલીકરણને કારણે આર્થિક પ્રવૃત્તિઓને અસર થઇ છે.
સીએસઓના જણાવ્યા અનુસાર ખેતી વન અને મત્સ્ય ઉદ્યોગનો વિકાસ ઘટીને 2.1 ટકા રહ્યો છે જે ગયા વર્ષમાં 4.9 ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષમાં મેન્યુફેકચરિંગ સેક્ટરનો વિકાસ પણ 4.6 ટકા રહેવાનો અંદાજ છે. જે 2016-17માં 7.9 ટકા હતો.