ઘરની આ દિશામાં જો હશે ઘડિયાળ તો થશે મોટું નુકસાન

By : kavan 05:58 PM, 03 December 2017 | Updated : 06:00 PM, 03 December 2017
સમય દરેક વ્યક્તિના જીવનમાં ખુબ જ અમુલ્ય હોય છે. જીવનમાં સારો-ખરાબ દિવસ આવતો-જતો રહે છે. ક્યારેક તો એવી પરિસ્થિત જોવા મળે છે કે ઘણી મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી અથવા મળતી-મળતી રહી જાય છે.

આવી અસફળતા પાછળનું કારણ ઘરની દિવાલ પર લટકતી જોવા મળતી ઘડિયાળ તો નથી ને...?

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યાનુસાર ઘડિયાળ વ્યક્તિનો સમય બદલી શકે છે. આ ઘડિયાળ વયક્તિના સારો સમયને પણ બગાડી શકે છે. ક્યારેક તો ઘડિયાળને કારણે જ કેટલીક સમસ્યાનું સર્જન થતું હોય છે.

- ઘડિયાળનું સ્થાન હંમેશા ઉત્તર પુર્વ દિશામાં રહેલી દિવાલ પર જ હોવું જરૂરી છે.
 
- આ ઘડિયાલને ભુલથી પણ દક્ષિણ દિશામાં લગાડવી જોઇએ નહી.

- દક્ષિણ દિશાને મૃત્યુના દેવતા યમની દિશા તરીકે ઓળખવામાં આવે છે.

- દક્ષિણ દિશામાં રાખવામાં આવતી કોઇપણ ચીજોને અશુભ માનવામાં આવે છે. 

- જો ઘડિયાલ ઘરના દરવાજાની ઉપર જો રાખવામાં આવેલ હશે તો પરિવારના સભ્યો પર ખરાબ અસર પડી શકે છે.

- મેગ્નેટ વાળી ઘડિયાલ પણ નુકશાન કર્તા હોય છે આ પ્રકારની ઘડિયાલનો ઉપયોગ કરવો જોઇએ નહીં

- આ પ્રકારની ઘડિયાળ ઘરમાં રાખવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

- ઘરમાં રહેલી કોઇપણ ઘડિયાલ સમયથી પાછળ ના ચાલે તેનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ. 

- ઘડિયાળનો કાચ તુટેલો ના હોય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો કાચ તુટેલો હોય તે તાત્કાલિક અસરથી બદલી દેવો જોઇએ.

- ઘરમાં લોલક ધરાવતી ઘડિયાલ લગાડવાથી ખુબ ફાયદો થાય છે તે વ્યક્તિના જીવનનો ખરાબ સમય દુર કરે છે. 

- નારંગી રંગની ઘડિયાળ લગાડવાથી ખુબ ફાયદો થાય છે.
 
- ઘરના હોલમાં ચોરસ અને બેડરૂમમાં ગોળ ઘડિયાળ લગાડવી ફાયદાકારક છે.Recent Story

Popular Story