નાપાક પાકિસ્તાન કે આતંકનું આકા છે. તેને ઉછેરી ભારતમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપી રહ્યું છે પરંતુ આ જ નાપાક પાકિસ્તાન આતંકીઓ સાથે પણ ડબલ ગેમ રમી રહ્યું છે. કારણ કે ત્રણ મહિના પહેલા જ પુલવામામાં ઠાર મરાયેલ લશ્કરનો સરગના અબૂ દુજાના અને ઝાકીર મુસાનો એક ઓડિયો સામે આવ્યો છે. જેમાં તે બંને વચ્ચેની વાતચીત છે. જેને સાંભળતા જ લાગી રહ્યું છે કે ખુદ્દ પાકિસ્તાને તેની સાથે ગેમ રમી છે.
આતંકીઓ સાથે પાકિસ્તાનની ડબલ ગેમ
મોત બાદ ફરી સામે આવ્યો અબુ દુજાનાનો અવાજ
ટેપમાં બોલ્યો દુજાના-પાકિસ્તાનને મારો ગોળી
આતંકીઓએ ખોલી પાકિસ્તાનની પોલ
કશ્મીરમાં પનપેલા બે ખુંખાર આતંકી ઝાકીર મુસા અને અબૂ દુજાના વચ્ચેની વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો છે. બંને નાપાક આતંકીઓને આ વાતચીતથી સાફ જણાઈ છે કે પાકિસ્તાન કેવી રીતે કશ્મીરમાં આતંકીઓનો ઉપયોગ કરે છે અને ત્યાર બાદ તેમને મરવા માટે છોડી મુકે છે.
ભાઈ મારી વાત થઈ પાર(પાકિસ્તાન) વાળા સાથે તે કહે છે કે તમે એક ઓડિયો આપો કે હું ઝાકિર મુસા સાથે નથી. કહે છે કે તે નફરત કરે છે તમારાથી. કોણ તમે નફરત કરો છો?
જનાબ-એ-આલી હજુ એક વાત આપને જણાવું. જરા શાંતિથી સાંભળજો તમે જનાબ તેઓ કહેતા હતા કે ઝાકિર મુસાએ પોઈન્ટ આપ્યો હતો પરંતુ મેં કહ્યું કે તમે આવું કેવી રીતે કહી શકો છો. ખબર નથી મને સમજમાં નથી આવતું શું થઈ રહ્યું છે અહીં.
નાપાક પાકિસ્તાન જ્યાં એક તરફ આતંકી સંગઠનો વચ્ચે જ દુશ્મનીના બિજ રોપી રહ્યું છે. તો બીજી તરફ તેમની મોખરી પણ કરાવે છે.
યાર મેં તમને એવું નથી કહ્યું કે આ પાર(પાકિસ્તાન) વાડા. હું તેમની સાથે પણ વાત કરી રહ્યો હતો. ન કાલે રેહાન અને અબદ્દુલ્લા સાથે. તેઓ મને એ વાત જણાવી રહ્યા હતા કે તમારા જે પાર વાળા છે. તે તમારી પાસે પિન પોઈન્ટ એટલે કે લોકોશન માગે છે કે તમે ક્યાં છો. આવું અનેક વખત થયું છે કે પિન પોઈન્ટ લોકેશન આપીને. રેહાન પણ જણાવી રહ્યો હતો મને કે પિન પોઈન્ટ લોકેશન આપીને ત્યાં છાપેમારી થતી હતી.
અબુ દુજાનાને પુલવામામાં 1 ઓગસ્ટના સુરક્ષાદળોએ ઠાર માર્યો હતો. આ ઓડિયો તેના એક મહિના પહેલાનો છે.
મને કહે છે કે તું એક ઓડિયો આપી દે ઝાકિર મુસા વાળો. મેં કહ્યું હું આવું ન કહી શકું. ખોટું ન કહી શકું. મેં કહ્યું ન તો હું લશ્કરની સાથે છું. ન તો હિઝબુલની સાથે. મેં કહ્યું આ તેમને પાર વાળાને. કહે છે આ મજાક કરી રહ્યો છે. મેં કહ્યું શું મજાક કરે છે. મજાક જેવું કશું નથી. પુછી જોજે એ લોકોને જે ભાગી ગયા છે. આગળ પણ એવું જ થશે. એ વાત સાચી છે કે તેઓ પિન પોઈન્ટ માગે છે પરંતુ હું કોઈને નથી આપતો. જે જે પિન પોઈન્ટ આપે છે તે અલ્લાહને પ્યારા થઈ જાય છે. એટલા માટે હું પિન પોઈન્ટ નથી આપતો. મને બધી જ ખબર છે કોણ ક્યાં કેવું કરી રહ્યું છે. અલ્લાહની આ દયા છે કે હું કોઈને પિન પોઈન્ટ નથી આપતો અને ન ક્યારેય આપીશ.
અહીં આતંકીઓ પાકિસ્તાન પર જ આરોપ લગાવી રહ્યા છે કે પાકિસ્તાન તેમને મરાવી રહ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાનમાં બેઠેલો આતંકીઓનો આકા પણ હવે તેમનો દુશ્મન બની ગયો છે.
દુજાનાભાઈ મારી એક વાત યાદ રાખજે યાર. આ જે જમાતે છે ને પાકિસ્તાનમાં યાર તેમની સાથે ક્યારેય ન રહેવું. જો તું એકલો પણ હોઈશને તો ખુદ એક જમાતની બરાબર જ છે.
અબૂ દુજાના પાકિસ્તાનનું મોહરુ હતો અને જ્યાં સુધીમાં તેને આ અંગે ભાષ થયો. ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. કદાચ પાકિસ્તાનની નાપાક ચાલમાં ફસાઈને બદુક ઉઠાવનાર દરેક આતંકી આ વાતને સમજી શક્યો હોત તો શારૂ થાત. બાકી તેમનો હાલ પણ દુજાના જેવો જ થશે.