બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 09:15 AM, 21 March 2024
Punjab Latest News : પંજાબના સંગરુરમાં ઝેરી દારૂ પીવાથી ચાર લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સંગરુર જિલ્લાના દિરબા પોલીસ સ્ટેશન હેઠળના ગુર્જરરા ગામમાં બની હતી. તાજેતરમાં હરિયાણામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. રાજ્યના યમુનાનગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોત થયા હતા જ્યારે પડોશી જિલ્લા અંબાલામાં પણ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, અંબાલામાં મૃત્યુ પામેલા બે લોકો ઉત્તર પ્રદેશના પ્રવાસી મજૂરો હતા. તેમણે શંકાસ્પદ નકલી દારૂનું સેવન કર્યું હતું, જે અંબાલા જિલ્લામાં ગેરકાયદેસર રીતે તૈયાર કરવામાં આવ્યું હતું. બંને અંબાલાના એક ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને એક કારખાનામાં કામ કરતા હતા.
ADVERTISEMENT
વિશેષ પોલીસ મહાનિર્દેશક અર્પિત શુક્લાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, તપાસ દરમિયાન જે આરોપીઓ જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ ચારેય લોકોએ મંગળવારે રાત્રે ગુજરાન ગામમાં એકસાથે દારૂ પીધો હતો. સવારે વ્યક્તિ ઊંઘમાંથી જાગી ન આવતાં પરિવારજનો આ બાબતે ચિંતિત બન્યા હતા. પરિવારજનોએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બેભાન હતો. આ પછી જ્યારે તેઓ તેને ડોક્ટર પાસે લઈ ગયા તો ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
વધુ વાંચો: શું લોકસભા ચૂંટણી પહેલા થશે કેજરીવાલની ધરપકડ? આ ઘટનાથી મળ્યો મોટો સંકેત
ADVERTISEMENT
આ સાથે તેમણે કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, આ ચાર વ્યક્તિઓએ ગામમાં વેચાતી દેશી દારૂ પીધો જે તેમના મૃત્યુનું કારણ બન્યો છે. ડીડબા પોલીસે મૃતકોના મૃતદેહને પોતાના કબજામાં લઈ સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ વારસદારોને સોંપવામાં આવશે. મૃતકોની ઓળખ ભોલા સિંહ (50), નિર્મલ સિંહ (42), પ્રીત સિંહ (42) અને જગજીત સિંહ (30) તરીકે થઈ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.