આ 4 સ્ટેપ્સની મદદથી સરળતાથી ડ્રાઇવિંગ લાઇસન્સને કરો આધારની સાથે લિંક

By : juhiparikh 11:52 AM, 17 February 2018 | Updated : 11:54 AM, 17 February 2018
મોદી સરકારમાં આધારને લગભગ તમામ જરૂરી દસ્તાવેજ અને ખાતાઓથી લિંક કરવા માટે અર્નિવાય કરી દીધું છે. એવા ઘણા લોકો છે જે પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સને પણ આધારની સાથે લિંક કરવા માંગે છે, તેણે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ વિભાગની તરફથી ઇશ્યૂ કરવામાં આવે છે જેથી તેની કોઇ યૂનિવર્સલ વેબસાઇટ નથી. પરંતુ અમે તમને 4 સરળ સ્ટેપ્સમાં આધારને ડ્રાઇવિંગ લાઇસન્સની સાથે લિંક કરવાની રીત બતાવીશું...

તમે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટની ઑફિશ્યલ વેબસાઇટ પર જાવો જ્યાંથી તમારુ લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યું છે.

પેજ પર 'આધાર નંબર એન્ટ્રી'ને શોધો, જે પછી ઑપ્શન સિલેક્ટ કર્યા પછી 'સર્ચ એલિમેન્ટ'મ માં ડ્રાઇવિંગ લાઇસન્સ  સર્ચ કરો. જે પછી લાઇસન્સના નંબર એડ કરવાની જરૂર છે.

તમારો આધાર નંબર એન્ટર કરો.

સબમિટ બટન પર ક્લિક કરો,  તમે એક  OTP મળશે એને આ OTP તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે. આ OTP એડ કરીને કન્ફર્મ કરો. 

જાણી લો કેમ આધારને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે લિંક કરવાનું છે જરૂરી:

આથી ઑથોરિટીઝને જે ફેક લાઇસન્સ ઓળખવામાં મદદ મળશે.

આથી ઑથોરિટીઝને મલ્ટિપલ લાઇસન્સ રાખનારાની સરળતાથી ઓળખ થશે.

ઑથોરિટીઝ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટથી જોડાયેલી પ્રોસીડિંગ્સને સરળતાથી પૂરી કરી શકાશે.Recent Story

Popular Story