બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / VTV NEWS exposed about admission under RTE

RTEમાં મોટું કૌભાંડ / ગુજરાતમાં ગરીબોનો હક છીનવતાં ધન્નાશેઠો: આવક ઓછી બતાવી પોતાના બાળકનું બનાવે છે 'કરિયર', VTV પાસે નામ સહિતના પુરાવા

Malay

Last Updated: 02:27 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

INVESTIGATION OF VTV NEWS: ગુજરાતમાં RTEમાં ગરીબ વિદ્યાર્થીઓનો હક્ક મારી ખાતા તવંગર વાલીઓનો VTV NEWSએ કર્યો પર્દાફાશ, ઘરે બે-બે ગાડીઓ અને કરોડો કમાતા વાલીઓએ ગરીબોના બાળકોનો હક્ક છીનવ્યો.

 

  • ગરીબોનો હક્ક છીનવતા કૌભાંડીઓ
  • આવક કરોડો બતાવે છે કોડી
  • ધંધો કરોડોનો પણ બની જાય છે ગરીબ
  • વંચિતોના બાળકોનું 'મારી ખાતા' નરાધમો
  • સારા કાયદાનો દુરુપયોગ કોણ અટકાવશે?
  • વંચિતોના હક્ક માટે VTV NEWSનું ઈન્વેસ્ટિગેશન

ગરીબ બાળકોને ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ આપવા માટે RTEનો કાયદો અમલમાં આવ્યો છે. વાર્ષિક દોઢ લાખ કરતા ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE અંતર્ગત ખાનગી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે. અમુક રૂપિયાવાળા વાલીઓ આ કાયદાનો દુરુપયોગ કરીને પોતાના બાળકોને RTE અંતર્ગત પ્રવેશ આપે છે. જેના પૂરાવા VTV NEWS પાસે છે. જે વાલીઓના ઘરે બે-બે ગાડીઓ હોય અને બંગલો હોય તેવા વાલીઓ આ કાયદાનો ખોટો ઉપયોગ કરીને ગરીબોના બાળકોનો હક્ક મારે છે. જે વાલીઓને બેંકમાં 31 ખાતા હોય તેવા વાલીઓના સંતાનોને પણ RTE અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. જેથી DPEOએ અમદાવાદ અને ગાંધીનગરના વાલીઓની તપાસ શરૂ કરી છે. આ તમામ તવંગર વાલીઓના નામ VTV NEWS પાસે આવ્યા છે. આ વાલીઓએએ આવકના ખોટો દાખલા કઢાવીને ગરીબોનો હક્ક મારવાનું કામ કર્યું છે. જેથી મામલતદાર પાસેથી નિકળતા આવકના દાખલા પર પણ મોટા પ્રશ્ન ઉભા થયા છે.

 

RTEના કાયદા અંતર્ગત ખોટી રીતે પ્રવેશનો પર્દાફાશ
ખોટા પૂરાવા રજૂ કરીને રૂપિયાવાળા લોકોએ પોતાના બાળકોને ગાંધીનગરની આનંદ નિકેતન શાળામાં પ્રવેશ અપાવ્યો છે. આ તમામ વાલીઓ વૈભવી જીવન જીવી રહ્યા છે. આમ છતાં આવકનો ખોટો દાખલો રજૂ કરીને ગરીબોના હક્ક મારે છે. RTEના કાયદા અંતર્ગત ખાનગી સ્કૂલમાં 25 ટકા ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. આ કાયદાનો દુરુપયોગ કરીને રૂપિયાવાળા વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ આપે છે. આવા વાલીઓના બાળકોના પ્રવેશ રદ કરવાની ઢીલી નીતિના કારણે દરવર્ષે RTE અંતર્ગત પ્રવેશ આપવાના નામે મસમોટું કૌભાંડ થઈ રહ્યું છે.

VTVએ કર્યો પર્દાફાશ : ગાડી, બંગલો ધરાવતા વાલીઓ સંતાનોના RTE હેઠળ એડમિશન  માટે બન્યા ગરીબો, અધિકારીઓ પર સવાલ | rich parents got admission under RTE  on the basis of false ...

VTV NEWSનું ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ
ગરીબ બાળકોને પોતાનો હક્ક અપાવવા માટે VTV NEWS પોતાની ફરજ ભૂલ્યું નથી. ગરીબ બાળકોને હક્ક અપાવવા VTV NEWSએ સતત બીજા વર્ષે ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ કર્યું છે. જેમાં અમારી ટીમ તવંગર વાલીઓના ઘરે તપાસ કરવા પહોંચી હતી. આ દરમિયાન મોટા બંગલોમાં રહેતા વાલીઓ સંતાનો માટે તદ્દન જુઠ્ઠું બોલતા જોવા મળ્યા છે. પોતાના બાળકો માટે જુઠ્ઠું બોલનારા 12 વાલીઓના નામ VTV NEWS પાસે આવ્યા છે. આ તમામ વાલીઓએ ખોટા પૂરાવા રજૂ કરીને ગાંધીનગરની આનંદ નિકેતન સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, ડિવાઈન ચાઈલ્ડ, જેમ્સ એન્ડ જેની સ્કૂલ, પુના ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ, ઉદગમ સ્કૂલ, નરસી મોનજી સ્કૂલ, નિરમા સ્કૂલ, ઝાયડસ સ્કૂલ, તુલીપ ઈન્ટરનેશન સ્કૂલ અને ઝેબર સ્કૂલમાં પોતાના બાળકોને પ્રવેશ અપાવ્યો છે. જેથી આવા વાલીઓ વિરુદ્ધ કાર્યવાહી કોણ કરશે તે મોટો સવાલ થઈ રહ્યો છે.

શિક્ષણથી ગરીબને વંચિત રાખતા કોણ છે?

(1) કમલેશકુમાર બાલવાની (રહે. સરદારનગર, અમદાવાદ)
(2) ભરતભાઈ અશનાની (રહે. નાના ચિલોડા, ગાંધીનગર)
(3) હરેશભાઈ સુંધરાની (રહે. સરદારનગર, અમદાવાદ)
(4) પ્રજ્ઞેશ પટેલ (રહે. મોટેરા, અમદાવાદ)
(5) સતિષ પટેલ (રહે. નાના ચિલોડા, ગાંધીનગર)
(6) રવિ ડાયાણી (રહે. કુબેરનગર, અમદાવાદ)
(7) જિતેન્દ્ર પરવાની (રહે. કુબેરનગર, અમદાવાદ)
(8) કમલેશ કેવલરામાની (રહે. કૃષ્ણનગર, અમદાવાદ)
(9) નીતિન ભવનાની (રહે. અમદાવાદ)
(10) અજય પટેલ (રહે. નાના ચિલોડા, ગાંધીનગર)
(11) ગોરાંગ પટેલ (રહે. ભાટ, ગાંધીનગર)
(12) નિકુલ પટેલ (રહે. નાના ચિલોડા, ગાંધીનગર)

RTE હેઠળ ગરીબોના હકનું મારી ખાનારાઓને કોણ દંડશે? | VTV Gujarati - YouTube

તવંગર વાલીઓ- આ છે ફેવરિટ સ્કૂલ!

- દિલ્હી પબ્લિક સ્કૂલ
- ડિવાઈન ચાઈલ્ડ
- જેમ્સ એન્ડ જેની સ્કૂલ
- પુના ઈન્ટરનેશનલ સ્કૂલ
- આનંદ નિકેતન સ્કૂલ
- અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ
- ઉદગમ સ્કૂલ
- નરસી મોનજી સ્કૂલ
- નિરમા સ્કૂલ
- ઝાયડસ સ્કૂલ
- તુલીપ ઈન્ટરનેશન સ્કૂલ
- ઝેબર સ્કૂલ

DPEO વંચિતોને કેવી રીતે લાભ અપાવી શકે?
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જેને અંગ્રેજીમાં DPEO કહે છે. DPEO શાળાને પ્રવેશ માટે વિદ્યાર્થી ફાળવે છે. ઓનલાઈન અરજીના આધારે DPEO શાળાને પ્રવેશ માટે કહે છે. ઓનલાઈન અરજીમાં આવેલા પૂરાવાની ચકાસણી DPEOએ કરવાની હોય છે. DPEO માત્ર આવકના દાખલાના આધારે પ્રવેશ ફાળવી આપે છે. આવકનો દાખલો સાચો કે ખોટો એ ચકાસવાનું કામ DPEOનું છે. DPEO ઈચ્છે તો વાલીના ઘરની ચકાસણી કરી શકે છે. વાલીની વાર્ષિક આવક 1.50 લાખ છે કે કેમ તેની ચકાસણી કરવાની હોય છે. ચકાસણી વગર અપાતા પ્રવેશમાં ગરીબો વંચિત રહે છે. તવંગર વાલીઓ જાણકાર હોય એટલે પ્રતિષ્ઠિત શાળાઓમાં પ્રવેશ લઈ લે છે. ચકાસણીના અંતે શંકાસ્પદ જણાય તો પ્રવેશ DPEO રદ કરી શકે છે. પ્રવેશ રદ કરવાની સત્તા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે છે. ખોટા પૂરાવા આપવા બદલ વાલી સામે પણ પગલા લઈ શકે

મામલતદાર-તલાટીની ભૂમિકા શું છે?
આવકના દાખલાના આધારે RTEમાં પ્રવેશ મળે છે. પ્રવેશનો સૌથી મોટો આધાર એ આવકનો દાખલો છે. ગ્રામ્ય વિસ્તારમાં તલાટી આવકનો દાખલો આપે છે. શહેરી વિસ્તારમાં મામલતદાર આવકનો દાખલો આપે છે. આવકનો દાખલો આપતી વખતે વાલીએ સોગંદનામુ કરવાનું હોય છે. ખોટું સોગંદનામુ વાલી કરે અને દાખલો તલાટી-મામલતદાર આપે છે. શાળામાં આવકના દાખલાને આધાર ગણવામાં આવે છે. ઈન્કમટેક્સ રિટર્ન ભરનારા લોકો પણ ખોટુ સોગંદનામુ કરે છે. ખોટું સોગંદનામાના આધારે વાલીઓ ઓછી આવકનો દાખલો મેળવે છે.

RTEમાં શાળાની ભૂમિકા શું છે?
શાળાને શંકા જાય તો આધાર-પૂરાવાની ચકાસણી કરી શકે છે. કાયદામાં શાળાને ચકાસણીની સત્તા અપાયેલી છે. શાળા વાલીના ઘરની સ્થળ તપાસ પણ કરી શકે છે. સ્થળ તપાસમાં આવકની વિસંગતતા મળે તો પગલા લઈ શકે છે. શાળા આવકની વિસંગતતા વિશે DPEOને રજૂઆત કરી શકે છે. શાળા વાલીને રેગ્યુલર ફી ભરવા પણ કહી શકે છે. RTE એડમિશનને રદ કરવાની સત્તા DPEO પાસે છે.

સળગતા સવાલ 
- ખોટા પૂરાવા રજૂ કરનારા સામે પગલા કોણ લેશે તે મોટો સવાલ
- RTEમાં ખોટી રીતે પ્રવેશ લેતા વાલીઓને કોણ અટકાવશે?
- સરકારના કરોડો રૂપિયાની બરબાદી કરનારાઓને કોણ અટકાવશે?
- સરકારી બાબુઓ કેમ કાયદાનું કડક પાલન નથી કરાવતા?
- કેમ વાલીઓ સામે પોલીસ ફરિયાદ નથી કરતા DPEO?
- એકવાર ખોટો પ્રવેશ મેળવી લીધા પછી તપાસ કેમ નહી?
- ગરીબને મળવાની સુવિધા તવંગરો કેમ લઈ જાય છે?
- કેમ સરકારી અધિકારીઓ આવા વાલીઓને દંડતા નથી?
- દંડ્યા વગર કેવી રીતે કાયદાનો દુરઉપયોગ અટકશે?
- વર્ષોવર્ષ થતી ફરિયાદો સામે શિક્ષણાધિકારીઓ શું કરે છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ