બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / NRI News / વિશ્વ / Us Election Another victory for Donald Trump defeats Nikki Haley in her own home state
Megha
Last Updated: 09:39 AM, 25 February 2024
Us President Election: ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાઉથ કેરોલિના રિપબ્લિકન પ્રાઇમરીમાં મોટી જીત મેળવી છે. ટ્રમ્પે તેમના ગૃહ રાજ્યમાં હરીફ નિક્કી હેલીને હરાવ્યા હતા. આ જીત સાથે, તે લગભગ નિશ્ચિત છે કે તે 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે.
BREAKING: Donald Trump beats Nikki Haley in her home state of South Carolina, Fox News projects pic.twitter.com/FwwOr068bB
— Simon Ateba (@simonateba) February 25, 2024
ટ્રમ્પ વર્તમાન પ્રેસીડન્ટ જો બાયડન સામે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની નજીક પહોંચી ગયા છે. જાણીતું છે કે અમેરિકામાં આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનું નોમિનેશન મેળવવું ટ્રમ્પ સામે નિક્કી હેલીને સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની તેમની છેલ્લી હરીફ નિક્કી હેલી પર જીત સાથે, ઉમેદવારી માટે તેમનો આગળનો રસ્તો હવે સરળ બની ગયો છે.
I’m a woman of my word. I’m not giving up this fight when a majority of Americans disapprove of both Trump and Biden.
— Nikki Haley (@NikkiHaley) February 25, 2024
In the next 10 days, 21 states and territories will speak. They have the right to a real choice, not a Soviet-style election with only one candidate. And I have…
સાઉથ કેરોલિના પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આયોવા, ન્યૂ હેમ્પશાયર, નેવાડા અને યુએસ વર્જિન આઇલેન્ડની પ્રાઈમરી ચૂંટણીઓ પણ જીતી હતી. સાઉથ કેરોલિનામાં હાર સાથે, નિક્કી હેલી પર રાષ્ટ્રપતિ પદની દાવેદારી છોડી દેવાનું દબાણ વધ્યું છે, પરંતુ હેલી હજુ પણ મક્કમ છે અને સતત પરાજય છતાં પોતાની ઉમેદવારી અંગે આશાવાદી છે.
વધુ વાંચો: 'હું મલાલા નથી, મારા દેશ ભારતમાં સુરક્ષિત છું' UKની સંસદમાં કશ્મીરી એક્ટિવિસ્ટ યાના મીરે પાકને સંભળાવી દીધું
નિક્કી હેલી 2011 થી 2017 સુધી સાઉથ કેરોલિનાના ગવર્નર હતા. નિક્કી હેલીએ આ જીત બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે અને અભિયાન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ આ જીત સાથે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાયડન વચ્ચે જંગ જામશે તે લગભગ નિશ્ચિત છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh