બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Today became an inspiration for students-teachers

નિયતિની કસોટી / ગર્વ છે ગુજરાતણ પર... કુદરતે એક જ હાથ આપ્યો, બીજાનો અંગુઠો કપાયો, આજે વિદ્યાર્થી-શિક્ષકો માટે બની ગયા પ્રેરણા

Vishal Khamar

Last Updated: 04:29 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવી મહિલા જેનાથી કુદરત પણ નારાજ છે. પણ હિંમત હાર્યા વગર તે મહિલા પોતાનાં પગ પર ઉભી છે. અનેવિદ્યાર્થીઓ જ નહીં પરંતુ અનેક શિક્ષકોને સંઘર્ષના પાઠ ભણાવી રહી છે.

  • એક સન્નારીએ મહિલાને નિયતિએ એક જ હાથ આપ્યો
  • કોલેજ સમયે પરીક્ષા આપવા જતી વખતે બીજા હાથનો અંગૂઠો છીનવી લીધો
  • પરંતું આજે એ મહિલા વિદ્યાર્થીઓને ભણાવી રહી છે સંઘર્ષના પાઠ

એક હાથની ચાર આંગળીઓમાં સહસ્ત્ર બાહુનું જોમ છે. તેવી એક સન્નારીએ મહિલાને નિયતિએ એક જ હાથ આપ્યો હતો. પરંતુ નિયતિની કસોટી હજુ બાકી હતી. તે કોલેજ કરતી હતી. ત્યારે પરીક્ષા ટાણે જ કુદરતે બીજા હાથનો અંગૂઠો છીનવી લીધો. છતાં તે હિંમત ન હારી. આ જે તે માત્ર ચાર આંગળીના સહારે વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ અનેક શિક્ષકોને સંઘર્ષના પાઠ ભણાવી રહી છે. 

ચાર આંગળીઓના સહારે તેઓ પોતાનું અદ્યાપનકાર્ય કરે છે
જેની એક હાથની ચાર આંગળીઓમાં, જાણે સહસ્ત્ર બાહુનું જોમ છે તેવી આ સન્નારી વિશે જાણવું ખૂબ જરૂરી છે. નિયતિએ જેને એક જ હાથ આપ્યો  છે અને તે પણ દિવ્યાંગ હાથ, તેવી આ મહિલાનું નામ છે દેવલબાઈ વાછીયા. હાથની જન્મજાત દિવ્યાંગતા ધરાવતા દેવલબેન હાલ મુંદ્રા તાલુકાની નવીનાળ સરકારી પ્રાથમિક શાળામાં સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. નિયતિએ તેમને ડાબો હાથ આપ્યો નથી. જમણો હાથ છે તે પણ એક અકસ્માતમાં દિવ્યાંગ બની ગયેલો છે. જમણા હાથમાં માત્ર ચાર આંગળીઓ જ છે, એ ચાર આંગળીઓના સહારે તેઓ પોતાનું અદ્યાપનકાર્ય કરે છે. પોતાના સંઘર્ષ અને અદ્યાપનકાર્યથી તેઓ વિદ્યાર્થીઓમાં તેમજ શિક્ષકોમાં ખૂબ જ પ્રિય બની ગયા છે.

દિવ્યાંગ સ્થિતિ છતાં તેમનો સંઘર્ષ કોઈને પણ રાહ ચિંધે તેવો છે
દેવલ બેન મુન્દ્રા તાલુકાનાં ભુજપુર ગામની વાડી વિસ્તારમાં રહે છે. અને ઉથ્થાન યોજના હેઠળ નવીનાળ પ્રાથમિક શાળામાં સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. દિવ્યાંગ સ્થિતિ છતાં તેમનો સંઘર્ષ કોઈને પણ રાહ ચિંધે તેવો છે. નબળી આર્થિક પરિસ્થિતિમાં જીવતા પોતાના પરિવારને મદદ કરવા દેવલ બેન સવારે ચાર વાગ્યે ઊઠે છે. ઘરનું નાનું મોટું કામ પતાવી તેઓ  ત્રણથી ચાર કિલોમીટર ચાલીને શાળાએ પહોંચે છે.
સંઘર્ષના સાક્ષી સાથી શિક્ષકો પણ તેમની પ્રશંસા કરતાં થાકતા નથી
શાળા પરીસરમાં દેવલબેનને જોતા જ વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા. બાળકોને અભ્યાસ કરાવતી વખેત દેવલબેન પોતાની પીડા ભૂલીને અદ્યાપનકાર્યમાં એકાકાર થઈ જતા હતા. માત્ર ચાર આંગળીઓના સહારે તેઓ ખૂબ સારી રીતે લખી શકતા હતા. આ દ્રશ્યો  વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ તો શીખવતા જ હતા સાથે સંઘર્ષના પાઠ પણ શીખવી રહ્યા હતા. દેવલબેનના સંઘર્ષના સાક્ષી સાથી શિક્ષકો પણ તેમની પ્રસંશા કરતાં થાકતા નથી.

ચિત્રકલા અને ભરતગૂંથણનો પણ તેઓ ઘણો  શોખ ઘરાવે છે
માત્ર ચાર આંગળીઓ હોવા છતાં પણ  દેવલ ખૂબ સારી રીતે લખી શકે છે, સાથે ઘરનું અને ખેતરનું તમામ કામ પણ કરી શકે  છે. દેવલ માત્ર પુસ્તકિયા જ્ઞાનમાં જ માનતી નથી. સાથે ચિત્રકલા અને ભરતગૂંથણનો પણ તેઓ ઘણો  શોખ ઘરાવે છે. આપને થશે કે નિયતિએ કસોટી કરવામાં કશું બાકી નથી રાખ્યું છતાં તેઓ આટલી હિંમત ટકાવી કેવી રીતે ટકાવી શકે છે. તો સાંભળો તેનું રહસ્ય કંઈક આવું છે. 

દેવલબેન આ શાળામાં માત્ર એક સહાયક શિક્ષક જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ અને સાથી શિક્ષકો માટે પણ હિંમત, સંઘર્ષ, મહેનત અને સંજોગો સાથે કઈ રીતે તાલમેલ જાળવી રાખવો તેના પણ પથપ્રદર્શક બની રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ