બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / These diseases can be caused by not having breakfast in the morning, know the disadvantages of skipping breakfast

જરા સંભાળીને.. / સવારમાં નાસ્તો ન કરવાના નુકસાન: સ્કૂલ-ઓફિસની ઉતાવળના કારણે થઈ શકે છે આ બીમારીઓ

Pravin Joshi

Last Updated: 07:32 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાસ્તો છોડવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. ઘણા સંશોધનમાં સામે આવ્યું છે કે જે લોકો નાસ્તો નથી કરતા તેઓ હાઈ બ્લડ પ્રેશરનો શિકાર બને છે.

  • નાસ્તો ન કરવાથી થઈ શકે છે આ બીમારીઓ
  • નાસ્તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે
  • નાસ્તો છોડવાથી પણ આડઅસરો થાય છે 

સવારે ઉઠ્યા પછી લોકો પોતાના કામ પર જવાની ઉતાવળમાં હોય છે, જેના કારણે ઘણી વખત નાસ્તો ચુકી જાય છે. આવી સ્થિતિમાં લોકો નાસ્તો અને લંચ એકસાથે કરે છે જેને બ્રંચ કહેવામાં આવે છે. જો તમે પણ નાસ્તો ન કરવાની ભૂલ કરો છો તો સમયસર સાવચેત રહો, કારણ કે આમ કરવું રોગોને આમંત્રણ આપવા સમાન છે. જણાવી દઈએ કે રોજ નાસ્તો ન કરવાથી બીમારીઓ થવાનો ડર વધી જાય છે. 

આજથી જ સવારના નાસ્તામાં સામેલ કરો આ ચીજ, થશે એટલા ફાયદા કે સપને પણ નહીં  કર્યો હોય વિચાર | There are so many benefits to eating oats for breakfast  every morning

નાસ્તો ન કરવાના શું નુકસાન થાય છે ?

ડાયાબિટીસનું જોખમ

નાસ્તો ન કરવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેતું નથી. જેના કારણે ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. જે લોકોને તેમના પરિવારમાં ડાયાબિટીસ છે, તેમણે તેમના નાસ્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

તમે સવારનો નાસ્તા કરવાનું ટાળી દો છો? આ કારણોસર કરવો જોઈએ વહેલીપોરનો  નાસ્તો, 5 મોટા ફાયદા very important to have breakfast everyday know health  benefits

હાઈ બ્લડ પ્રેશર

NCBIના રિપોર્ટ અનુસાર નાસ્તો છોડવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. ઘણા સંશોધનમાં સામે આવ્યું છે કે જે લોકો નાસ્તો નથી કરતા તેઓ હાઈ બ્લડ પ્રેશરનો શિકાર બને છે.

Tag | VTV Gujarati

સ્થૂળતા

સ્થૂળતા એક એવી સમસ્યા છે, જેના કારણે કરોડો લોકો પરેશાન છે. જીવનશૈલી અને ખોરાકની સીધી અસર આપણા શરીર પર પડે છે. સવારે નાસ્તો ન કરવાને કારણે તમે મેદસ્વી થઈ શકો છો.

Topic | VTV Gujarati

નબળી રોગપ્રતિકારક શક્તિ

સવારે નાસ્તો ન કરવાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે, જેના કારણે તમે સરળતાથી રોગોનો શિકાર બની શકો છો. આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ આપણને અનેક પ્રકારના ચેપ અને રોગોથી બચાવે છે.

પેટ અંદર કરવા માટે બદલો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરવાનો સમય, બટરની જેમ ઓગળી  જશે ચરબી | Change the timing of meals to fit the stomach, know when to have  breakfast, lunch

વજન વધારો

નાસ્તો ન કરવાથી તમારું વજન વધી શકે છે. જ્યારે આપણે લાંબા સમય સુધી ભૂખ્યા રહીએ છીએ, ત્યારે વધુ ખોરાક ખાઈએ છીએ. જેના કારણે વજન વધે છે અને બીમારીઓનો ખતરો પણ અનેકગણો વધી જાય છે.

(આ લેખ સામાન્ય માહિતી માટે છે, કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે)

સંકળાયેલા મુદ્દાઓ

Breakfast Health disadvantages diseases healthtips skippingbreakfast breakfast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ