બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Rinku Singh got emotional after his selection in team India, says my dream is fulfilled

રિંકૂ સિંહ / ટીમ ઈન્ડિયામાં શામેલ થતાં ભાવુક થઈ રડી પડ્યો છેલ્લી ઓવરમાં 5 છગ્ગા ફટકારનો ખેલાડી, કરી દીધી દિલની વાત

Vaidehi

Last Updated: 05:48 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિંકૂ સિંહે IPL 2023માં ગુજરાત ટાઈટંસની સામે છેલ્લી ઓવરમાં યશ ઠાકુરનાં 5 બોલ પર 5 છગ્ગા ફટકાર્યાં હતાં. આ તેમના કરિયરનો ટર્નિંગ પોઈંટ સાબિત થયો.

  • રિંકૂ સિંહનું ટીમ ઈન્ડિયામાં સિલેક્શન
  • કહ્યું સપનાં જેવું લાગી રહ્યું છે
  • IPLનાં શાનદાર પર્ફોર્મન્સ બાદ મળ્યો ચાન્સ

કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે રમતાં રિંકૂ સિંહે IPL 2023માં શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. આ મેચનાં લીધે તેમનું ભારત માટે રમવાનું સપનું સાકાર થતું દેખાઈ રહ્યું છે. રિંકૂને થોડા દિવસો પહેલા એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયામાં લેવામાં આવ્યું. સોમવારે જ્યારે આયરલેંડની મેચ માટે ટીમનું એલાન થયું ત્યારે તેમાં રિંકૂનું પણ નામ હતું. આ બાદ રિંકૂએ કહ્યું કે તેમના માટે આ સપનું સાચું થવા જેવી મોટી વાત છે.

'સપનાં જેવું લાગી રહ્યું છે'
ટીમમાં સિલેક્ટ થયાં બાદ રિંકૂએ પોતાની અત્યાર સુધીની જર્ની યાદ કરી અને મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આ તેમના માટે સપનાં જેવું જ છે. ભાવુક થતાં રિંકૂએ કહ્યું કે તે અત્યારે જે અનુભવી રહ્યાં છે તે શબ્દોમાં ઢાળવું અઘરું છે. રિંકૂએ કહ્યું કે તે ભાવુક માણસ છે અને જ્યારે પણ પોતાના માતા-પિતા સાથે વાત કરવા લાગે છે ત્યારે રડવા લાગે છે.

મહેનત રંગ લાવી
રિંકૂએ કહ્યું કે તેમણે અત્યાર સુધી જે મહેનત કરી છે તે આખરે રંગ લાવી છે. તે 6 વર્ષ કોલકત્તા નાઈટ રાઈડર્સની સાથે હતાં. તેમણે કહ્યું કે શરૂઆતમાં તેમને ચાન્સ મળ્યાં પરંતુ તે ફેલ ગયાં. તેમણે શરૂઆતી દિવસોમાં ઘણું બદું શીખ્યું અને મુંબઈમાં અભિષેક નાયરની સાથએ પોતાની બેટિંગ પર કામ કર્યું. 

ફ્રેંચાઈઝીનો માન્યો આભાર
તેમણે પોતાની સફળતા માટે ફ્રેંચાઈઝીનો આભાર માનતાં કહ્યું કે જો કોઈ અન્ય ફ્રેંચાઈઝી હોત તો ફેલ થયાં બાદ રિપ્લેસ કરી દેત પરંતુ કોલકત્તાની ટીમ મેનેજમેન્ટ અને અભિષેક નાયરે મારામાં આવડત જોઈ અને સાથ આપ્યો. તેમણે કહ્યું કે તે નેટ્સ પર દરરોજ 5-6 કલાક બેટિંગ કરતાં હતાં જેના કારણે તે ઓલરાઉંડ બેટ્સમેન બની ગયાં અને IPLમાં સારું પ્રદર્શન આપ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ